પાર્થ મજેઠીયા, ભાવનગર: એક તરફ દેશ અને દુનિયામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે સંક્રમણ ન વધે તે જોવાની જવાબદારી તમામ નગરજનોની છે. કારણ કે દિવાળીના તહેવારોમાં લોકોએ લાપરવાહી દાખવી અને કોરોનાના કેસમાં વઘારો નોંઘાયો હતો.
ભાવનગર અને આસપાસ આવેલ જગ્યાઓ, ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાનો મુડ ઘણાંજ લોકો બનાવી રહ્યાં હોય, પરંતું પોલીસ તંત્ર સંક્રમણ વઘે નહીં તે માટે એલર્ટ છે.
એ.એસ.પી સફિન હસને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ વઘે નહીં માટે લોકો પોતાના ઘરમાં જ રહે થર્ટી ફર્સ્ટને ઘ્યાનમાં રાખી ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, વાહન ચેકીંગ સહિત પોલીસ તંત્ર દ્વારા કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં નગરજનોના ઘ્યાનમાં આવી કોઈ પણ પ્રવૃત્તિઓ આવે તો 100 નંબર પર ફોન કરીને જાણ કરવી.
