ઘોઘંબા પંથકમાં દહેશત ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો,વનવિભાગે આ રીતે છટકું ગોઠવ્યું હતું

પંચમહાલ: જિલ્લાના ઘોંઘબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાછલા ૧૫ દિવસથી હાહાકાર મચાવતો દીપડો આખરે ગોયાસુંડલ ગામ પાસેના જંગલમા મૂકાયેલા વનવિભાગના છટકા માટે ગોઠવાયેલા પાજરામા પકડાઈ ગયો હતો. વનવિભાગની ઊંઘ હરામ કરનાર દીપડો પકડાતા વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ઘોંઘબા તાલુકાના ગોયાસુંડલ ,કાટાવેડા,જબુવાણિયા સહિતના આસપાસના ગામોમા પાછલા તેર દિવસથી દિપડાના દહેશત વચ્ચે લોકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો. દીપડાએ બે નિર્દોષ બાળકોના જીવ લીધા હતા.પશુ અને અહીના સ્થાનિક લોકો પણ હૂમલા કર્યા હતા. સુરત તેમજ દેવગઢ બારિયા અને સ્થાનિક વનવિભાગની ટીમ દ્રારા દીપડાને પકડવાની રણનીતિ બનાવામા આવી હતી. જેમા દીપડો પાજરામા પુરાતો બચી ગયો હતો. નાઇટવીઝન કેમેરા તેમજ ટ્રેપ કેમેરા પણ મુકવામા આવ્યા હતા. વનવિભાગ દ્વારા નવ જેટલા પાજરા દીપડાની અવરજવરવાળી જગ્યાઓ પર મૂકવામા આવ્યા હતા. હાલમા ગોયાસુંડલ ગામ પાસેના જંગલમા મુકેલા પાંજરામા હાહાકાર મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પુરાયો હતો. વનવિભાગની મહેનત આખરે ફળી હતી. પાંજરે પુરાતા અહીના સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

હાલમા દીપડાને પાવાગઢ ધોબીકુવા પાસેના રેસ્કયુ સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો હોવાની સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap