આગમના એંધાણ: આ ગ્રહોના ભ્રમણથી સરકારી નોકરીયાત વર્ગ માટે વધુ લાભદાયક બનશે

ગત તા.૧૬ મી.સૂર્ય વૃશ્ચિક રાશિમાંમા આવેલ અને તા.૧૭મી શુક્ર તુલા રાશિ સ્વગૃહી ભ્રમણ તા.૨૦મી ગુરૂ ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરેલ અને અગામી તા.૨૮ રોજ વાણિજ્યના ગ્રહ બુધ મહારાજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહોના ભ્રમણને કારણે અગામી સપ્તાહ સરકારી નોકરીયાત વર્ગ માટે વધુ લાભદાયક બનશે.

સરકાર તરફથી ઓચિંતાનો આર્થિક ધનલાભ થવાની પ્રબળ સંભાવના રહેલી છે. અર્ધસરકારી કે પ્રાઇવેટ નોકરિયાત વર્ગને આગામી સપ્તાહમાં મિશ્ર ફળદાયી નીવડશે. અગમચેતીના ભાગરૂપે પોતાના કાર્યક્ષેત્રમાં વધુ સભાનતા કે, સાવચેતી રાખવી નહિતર નોકરી જવાના યોગ સૂચવે છે.

વેપારી વર્ગ માટે આગામી સપ્તાહ નુકસાન સાબિત રૂપી સાબિત થાય. સરકારી નોટિસો,વેરા,દંડ કે અન્ય આકારણીની રકમ ભરવાની થાય.વિદ્યાર્થી વર્ગ માટે માનસિક ચિંતા,પરેશાની તથા અકારણ વ્યાધિ રૂપ બની રહે. પોલીસએ પત્રકાર માટે આગામી સમય નોકરીમાં ખૂબ જ કામગીરી વધુ કરવી પડે. નોકરીના કામકાજમાં વાદ-વિવાદ થવાની પ્રબળ સંભાવના રહેલી છે જેને કારણે સંબંધો કોઈની સાથે બગડી શકે છે ? ગોચરમાં મંગળ અને શનિની દ્રષ્ટિમાં છે. પરંતુ વૃશ્ચિક રાશિમાં આવવાથી મંગળ અને શનિની દ્રષ્ટિ થી મુક્ત થશે જે શેરબજાર માટે સારા સંકેત છે.

શુક્ર મહારાજ પણ તુલા માં સ્વગૃહી ચાલી રહ્યા છે પરંતુ તેના પર પણ શનિ અને મંગળની દ્રષ્ટિ આવી રહી છે જે સોના અને ચાંદીના ભાવને દબાવે છે. તા.૨૮ નવેમ્બરને શનિવારના રોજ નેપ્ચ્યુન માર્ગી બની રહ્યા છે. નેપ્ચ્યુનના માર્ગી બનવાથી ઘણી ઘટનાઓ સરળ રીતે આગળ વધતી જોવા મળશે. જ્યારે કુંડળીમાં નેપ્ચ્યુન શુભ સ્થિતિમાં હોય ત્યારે તે આધ્યાત્મિકતા માં વૃદ્ધિ કરે છે તથા વ્યક્તિને કોઠાસૂઝ આપે છે તેમનું ચિંતન મનન ખુબ સારું હોય છે, પરંતુ અશુભ નેપ્ચ્યુન કુંડળીમાં હોય તો તે જાતકને ભ્રમ જેવી સ્થિતિમાં રાખે છે અને સત્ય સમજવા દેતો નથી.

(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap