ભાવેશ રાવલ,જૂનાગઢ: સમગ્ર દેશમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રાહી છે. ત્યારે જૂનાગઢમાં સાધુ સંતો દ્વારા 72મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી.
ભવનાથ તળેટીમાં આવેલા રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે સાધુ સંતો દ્વારા પરંપરગત રીતે આજે પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી જેમાં ભવનાથ તળેટીમાં આવેલા વિવિધ આશ્રમોના મહંતો ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ પૂર્વ ips ડી.જી વણજારા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી આપ્યા બાદ રૂદ્રેશ્વર જાગીરના મહંત ઇન્દ્રભારતી બાપુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદીના અથાક પ્રયાસો દ્વારા આજે કોરોના વેક્સિન સમગ્ર દેશને વાસીઓને ઉપલબ્ધ થઈ છે. ત્યારે સમગ્ર દેશવાસીઓએ આ વેક્સિન લેવી જોઈએ અને આની કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી.
