રાજકોટમાં લૂંટેરી દુલ્હન: પૈસા તો ગયા અને પોતાના બાળકને પણ વહેંચી નાખ્યું

વિનય પરમાર, રાજકોટ: અન્ય યુવાન સાથે લગ્ન કરવા માટે પોતાના ત્રણ વર્ષના દિકરાને મુંબઈમાં વેચી અને પતિ સાથે રૂપિયા ત્રણ લાખની છેતરપીંડી કરી નાશી છૂટેલી લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે માતા ક્યારે પોતાના બાળક સાથે અન્યાય કરે નહીં પરંતુ, માતા કુ-માતા બનતા સમગ્ર ગોંડલ પંથકમાં આ બનાવ ચર્ચાના ચકડોળે ચળતાં કુ-માતા પર ફિટકાર વરસી રહ્યો છે.

લગ્નવાંછુક યુવાનોને લુટેરી દુલ્હન વચેટિયાઓ મારફત લગ્ન કરી રોકડા નાણા ની છેતરપીંડી કરતાં હોવાની અનેક કિસ્સાઓ સમાજમાં બની રહી છે ત્યારે આ કિસ્સામાં એક વધારો થવા પામ્યો છે. છેતરપિંડી ની સાથે લૂંટેરી દુલ્હન અને તેના મળતિયાઓ એ ત્રણ વર્ષના માસૂમ બાળકને માત્ર રૂપિયા 40000 માં મુંબઈમાં વહેંચી નાખ્યો હોય ગોંડલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને ઝડપી લઇ માસુમ બાળકને તમિલનાડુના કોઈમ્બતુર પાસેથી શોધી લાવી સરાહનીય કાર્ય કર્યું છે.

રાજકોટમાં લૂંટેરી દુલ્હન: પૈસા તો ગયા અને પોતાના બાળકને પણ વહેંચી નાખ્યું

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ આવાસ ક્વાર્ટરમાં રહેતા અને રાજકોટ મજૂરીકામ કરતા અજયભાઈ બટુકભાઈ ધરજીયા ઉંમર વર્ષ 34 ના લગ્ન ત્રણ વર્ષ પહેલા રૂપિયા 240000 માં રમાબેન કાંતિલાલ વ્યાસ (રહે ખોડીયાર નગર ગોંડલ), રજિયાબેન રહે વિરપુર અને સોનુ રાજેન્દ્ર પાઈકરાવ રહે મહારાષ્ટ્ર વાળાઓએ જયશ્રી ઉર્ફે પૂજા નામની યુવતી સાથે કરાવ્યા હતા અને બે લગ્નજીવનના દરમિયાન માસુમ બાળકનો જન્મ પણ થવા પામ્યો હતો બાદમાં જયશ્રી ઉર્ફે પૂજાને વચેટીયો સોનુ રાજેન્દ્ર પાઈકરાવ કોઈને જાણ કર્યા વગર માસૂમ બાળક સાથે લઈ જતા ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી અને આ ફરિયાદની હાઇકોર્ટમાં મેટર થતાં સિટી પી.આઈ એસ એમ જાડેજા દ્વારા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

પોલીસ તપાસમાં લૂંટેરી દુલ્હને ફરી રાજકોટના એક યુવાન સાથે લગ્ન કર્યા હોવાનું જણાતા પોલીસે લુટેરી દુલ્હન અને તેની પાસેથી વચેટિયા ના સગડ મેળવી બંનેને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.જેમાં માત્ર રૂપિયા 40000 માં માસુમ બાળક દિવ્યેશ (ઉંમર વર્ષ 3) ને મુંબઈમાં વહેંચી નાખ્યા નું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી સીટી પીઆઇ એસએમ જાડેજાએ એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર પીએસઆઇ આર ડી ચૌહાણ, રાજદીપ સિંહ ચુડાસમા સહિતની પોલીસ ટીમને તપાસ અર્થે મુંબઇ રવાના કર્યા હતા અને ત્યાં પોલીસને જાણવા મળ્યું કે માસુમ બાળક તમિલનાડુના કોઇમ્બતુર થી 90 કિલોમીટર દૂર રહેતા એક પરિવાર પાસે છે પોલીસ પ્લેન મારફત તમિલનાડુ પહોંચી સ્થાનીક પોલીસની મદદ લઇ માસુમ બાળક પાસે પહોંચી હતી અને ગોંડલ થી માસૂમ બાળકના પિતા ને બોલાવી તેનો કબજો સોપી સરાહનીય કાર્ય કર્યું હતું. જયારે આ બનાવને લઈને માં તે માં બીજા વગડાના વા કહેવતને વ્યથે સાબિત કરતી બનાવ પ્રકાશ માં આવતા લુટેરી દુલ્હન ઉપર ફીટકાર થઇ રહ્યો છે ત્યારે લગ્ન વાચ્છુક યુવાનો માટે બોધપાઠ જેવો કિસ્સો બનવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap