બગીચામાં ન્યૂડ થઇને ધૂપ લેતી હતી મોડેલ, પોલીસે હેલીકોપ્ટરથી બનાવ્યો વીડિયો

ભૂતપૂર્વ ગ્લેમર મોડેલ ટ્રેસી ડિકસને ઇંગ્લેન્ડના યોર્કશાયરમાં પોલીસ વિરુદ્ધ કેસ જીત્યો છે. ટ્રેસીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણી બગીચામાં ન્યૂડ થઇને ધુપ લઇ હતી, ત્યારે એક પોલીસકર્મીએ તેનો હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને તેનો વીડિયો બનાવ્યો હતો. ટ્રેસીએ આ કેસમાં લગભગ 2 કરોડની માનહાનિનો દાવો કર્યો હતો. મિરર વેબસાઇટના એક અહેવાલ મુજબ, આ કેસમાં પોલીસનું કહેવું છે કે તેઓ ટ્રેસી સાથે સમાધાન કરી ચૂક્યા છે. જો કે 2 કરોડની બદનામી અંગે પોલીસ મૌન છે.

ટ્રેસીએ કહ્યું કે આ વ્યક્તિ સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ તેની મનોરંજન માટે કરે છે અને ગુનેગારો પર નજર રાખવાને બદલે આવા પોલીસકર્મીઓ સામાન્ય લોકો માટે જોખમ બની જાય છે. 54 વર્ષીય ટ્રેસીએ જણાવ્યું હતું કે પોલીસે તેની ગોપનીયતાનું ઉલ્લંઘન કર્યું છે અને તે ઘટનાથી માનસિક રીતે પણ પરેશાન છે.

ટ્રેસીએ એમ પણ કહ્યું કે આ પોલીસ અધિકારીએ એમ કહેવાની પણ ના પાડી કે પહેલા તેણે આટલી ખરાબ કામગીરી કેટલી વાર કરી છે. કોન્સ્ટેબલ એડ્રિયન પોગમોરે સ્વીકાર્યું કે તેણે દક્ષિણ યોર્કશાયર પોલીસ હેલિકોપ્ટરની મદદથી ટ્રેસીની જાસૂસી કરી હતી. આ સરકારી હેલિકોપ્ટરમાં ખૂબ જ શક્તિશાળી કેમેરો છે, જે વાહનની નંબર પ્લેટ બે માઇલ દૂરથી સ્પષ્ટ રીતે જોઈ શકે છે.

ટ્રેસી એ પણ જણાવે છે કે તેણી અને પોગમોરે એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને ચિંતા છે કે પોગમોર વર્ષોથી ગુપ્ત રીતે તેમનો પાછળ જાસુસી કરે છે.

ટ્રેસીએ મિરર વેબસાઇટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના પછી મને પોલીસ પર વિશ્વાસ નથી. આ મારી ગોપનીયતાનું ઉલ્લંઘન છે. પોગમોરે સાઉથ યોર્કશાયર પોલીસના એર સપોર્ટ યુનિટમાં કામ કર્યું હતું. આરોપ છે કે આ 2 મિલિયન ડોલરના હેલિકોપ્ટરના કેમેરાથી તેણે એક દંપતીનો સેક્સ વીડિયો પણ શૂટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap