પશ્ચિમ બંગાળની ગુમ થયેલી દીકરીને પોલીસે આવી રીતે પરિવાર સાથે કરાવ્યો મિલાપ

પાર્થ મજેઠીયા, ભાવનગર: શહેરના તાપીબાઈ આર.ગાંધી વિકાસગૃહ ટ્રસ્ટ સંચાલિત પ્રિવેન્ટીવ રેસ્ક્યુ વિભાગ દ્વારા એક દીકરી 1/12/2020 થી પશ્ચિમ બંગાળથી ગુમ થયેલી યુવતી ભાવનગર માંથી મળી આવેલ યુવતીને પરિવાર સાથે મિલન કરાવ્યું.

આ દીકરી તા.4/1/2021 ના રોજ ગઢેચી વડલા પાસેથી મળી આવતા સખી વન સ્ટોપ સેન્ટરએ તેને વિકાસ ગૃહ ખાતે મોકલી આપેલ અને વિકાસગૃહ દ્વારા દીકરીને પૂછતાં તે પોતે અલગ ભાષા બોલતી હોવાથી કાંઈ સમજી શક્તિ ન હતી જેને લઈ સંસ્થા દ્વારા પોલીસ ની મદદ લઈ તેના ફિંગર પ્રિન્ટ દ્વારા તેનું આધાર કાર્ડ દ્વારા તેની ઓળખ આવી જે પોતે રહેવાસી- મું. ચાપોરી, બેલને, જિલ્લો – ઉત્તર દિનાઝપુર , રાજય- પશ્ચિમ બંગાળ ની નીકળતા પોલીસ દ્વારા ત્યાંના સ્થાનિક પોલીસ નો સંપર્ક કરી તેના પરિવારને જાણ કરી હતી. ત્યાં પણ તેના પરિવારજનો એ ત્યાં પોલીસ માં અરજી આપી હતી.

આ દીકરી નું નામ આધાર કાર્ડ દ્વારા તેનું નામ સમીમાં ખાતુંન હતું જે 25 વર્ષીય યુવતી છે જે થોડી માનસિક હોવાને કારણે તેને કોઈએ ટ્રેનમાં બેઠાડી દીધી હોવાનું જણાવ્યું હતું, પછી તે ટ્રેન મારફતે ભાવનગર આવી હતી ત્યાં કોઈ સખી વન સ્ટોપ દ્વારા આ દીકરી ને લઈ તાપીબાઈ વિકાસગૃહ ખાતે મોકલી આપેલ વિકાસગૃહ દ્વારા દીકરીની બોવ જ સારી સંભાળ આપતા જ્યારે તેના ભાઈ લેવા આવ્યો ત્યારે તેણે જાવાની ના પાડી કે મારે અહીંયા જ રહેવું છે

ગુમ થયેલ દીકરીના મોટાભાઈ અફઝલ હુસેન એ જણાવ્યું હતું કે જ્યારે પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો હતો કે તમે જે દીકરીનું ગુમ થયાની અરજી આપી છે તે ભાવનગર ના તાપીબાઈ વિકાસગૃહ ખાતે મળી આવી છે જેને લઈ તાત્કાલીક અમે ભાવનગર પહોંચીને મારી બહેન સાથે મિલાપ થતા અતિ આનંદ અને ભાવવિભોર બની ગયા હતો, તેના ભાઈએ સંસ્થાનો ખુબ ખુબ આભાર માન્યો હતો

તોફ આલમ એ ગામના મુખીયા છે અને જણાવ્યું હતું કે અમે તા 1/12/2020 ના રોજ અમે ચાકુલીયા પોલીસ સ્ટેશન ઉત્તર દિનાઝપુર, પશ્ચિમ બંગાળ ખાતે અરજી આપી હતી કે અમારી ગામની દીકરી ગુમ થઈ છે જેની પરિવાર દ્વારા ભારે શોધખોળ બાદ અંતે તારીખ 22 ના રોજ પોલીસ સ્ટેશન માંથી ફોન આવ્યો હતો કે તમારી દીકરી ગુજરાતના ભાવનગર જિલ્લા માંથી મળી આવી છે એટલે અમે તાત્કાલિક સંસ્થાનો સંપર્ક કરી આજે ભાવનગર આવ્યા હતા અને દીકરી ને જોતા અમે ખુબજ આનંદિત થઈ ગયા હતા અને સંસ્થાનો ખુબ આભાર માન્યો હતો અને આવી સંસ્થા આખા દેશમાં બને જેથી માનવતાની મહેક અને સુગંધ ફેલાતી રહે

તાપીબાઈ વિકાસગૃહના ટ્રસ્ટી ડો.ગીરીશભાઈ વાધાણી દ્વારા જણાવ્યું હતું કે આ દીકરી અમે 181 અભ્યમ દ્વારા અમને 4/1/2021 ના રોજ મુકી ગયા હતા ત્યારે બાદ અમે તેની પૂછતાં તેની ભાષાને કારણે અમે કોઈ સમજી શકતા ન હતા ત્યારે અમે ભાવનગર પોલીસની મદદ દ્વારા અમે તેના ફિગર પ્રિન્ટ દ્વારા તપાસ કરતા તે મૂળ રહેવાસી- મું. ચાપોરી બેલને, જિલ્લો – ઉત્તર દિનાઝપુર, રાજય- પશ્ચિમ બંગાળની હોવાની જાણ થતાં પોલીસ દ્વારા ત્યાંના પોલીસ સ્ટેશનને જાણ કરતાં ત્યાંની પોલીસે ગુમ થયેલ દીકરીના પરિવારને જાણ કરી હતી જેથી અમે એક દીકરીને પોતાના પરિવારને સોંપવા નિમિત્ત બન્યા છીએ તેથી અમે ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap