હાટબજાર બંધ રાખવાનો હતો આદેશ,છતા વેપારીઓ વેચાણ કરવા આવ્યા અને પછી પાલિકાની ટીમ ત્રાટકી

પંચમહાલ: જિલ્લાના શહેરા નગરમાં દર શનિવારે ભરાતા હાટબજારમાં પાલિકાના અધિકારીઓની ટીમ ત્રાટકતા વેપારીઓમાં અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી.શહેરા નગરપાલિકા તંત્ર દ્વારા હાટબજાર બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો હોવા છતા વેપારીઓએ શનિવારે પશુઓ તેમજ અન્ય ચીજવસ્તુ લઈને વેચવા આવતા જોવા મળ્યા હતા.આથી શહેરા નગરપાલિકાના અધિકારીઓની ટીમ દ્વારા માર્કેટીંગ યાર્ડ પાસે દોડી આવતા અહી વેપાર કરતા વેપારીઓ અને ખરીદી કરવા આવેલા ગ્રાહકોમાં પણ ભારે નાસભાગ મચી ગઈ હતી.વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લાનું શહેરાનગર વેપારી મથક છે.વિશ્વભરમા કોરોના મહામારીને કારણે વેપાર-ધંધાને પણ અસર પહોચી છે.શહેરા નગરમા આવેલા માર્કેટિંગ યાર્ડ પાસે વર્ષોથી શનિવારી બજાર ભરાય છે.જેમા જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ સાથે સાથે પશુ હાટ ભરાય છે.જેમા આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ બકરા મરઘા લઇને વેચવા આવે છે.જેના કારણે મોટી સંખ્યામા લોકો એકત્ર થવાને કારણે સોશિયલ ડીસટન્સનુ પાલન ન થવાની શકયતા તેમજ કોરોનાનુ સંક્રમણ ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો હતો.શહેરા પાલિકાતંત્ર દ્વારા આ પરિસ્થીતીને લઈને શનિવારે હાટ બંધ રાખવાનો આદેશ આપવામા આવ્યો હતો. છતા પાલિકામા આદેશને ધોળીને પી ગયા હોય તેમ શનિવારે કેટલાક વેપારીઓ આદેશને અવગણીને મરઘા-બકરા,તેમજ અન્ય ચીજવસ્તુઓ વેચવા આવી ગયા હતા.અને ખરીદવા માટે મોટી સંખ્યામા લોકો એકત્ર થયા હતા.શહેરા નગરપાલિકાના અધિકારી જીતેન્દ્રસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ સાથે માર્કેટીંગયાર્ડ તેમજ નાડા બાયપાસ રોડ પર આવી પહોચ્યો હતો.અને વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.પાલિકાની ટીમ આવતા કાર્યવાહી કરતા ખાસ તો મરઘા-બકરા વેચનારાઓમા ભારે નાસભાગ મચી જવા પામી હતી.વેપારીઓ સામે દંડનિય કાર્યવાહી કરતા ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ કરવામા આવ્યો હોવાનુ પાલિકા સુત્રો તરફથી જાણવા મળ્યુ હતું.

અત્રે નોંધનીય છે કે તંત્ર કોરોનાની મહામારી થી લડવા માટે સેનેટાઇઝર તેમજ માસ્કનો ઉપયોગ કરવા,કામ વગર ઘરની બહાર ન નીકળવા,ભીડ ન કરવા અને સોશિયલ ડીસટન્સ રાખવા માટે સુચનો કરી રહ્યા છે.ત્યારે ઘણીવાર વધૂ નફો કમાવાની લાલચમાં આવા વેપારીઓ પોતાના જીવની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમા નાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap