ભાવેશ રાવલ,જૂનાગઢ: વંથલી તાલુકાનાં ધણફૂલીયા અને સોનારડી ગામ વચ્ચે આવેલ વાડી વિસ્તારમાં ગોધરાના મોરવા હડફ ગામના આદિવાસી પરિવારના ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.ત્યારે મોડી રાત્રે 10 વાગ્યાના આસપાસ બે બાળકી શૌચક્રિયા માટે વાડીની બહાર નીકળતા ત્યારે અચાનક બે સિંહો આવી ચડ્યા હતાં.શોચક્રિયા માટે ગયેલ બંને બહેનો માંથી ભાવના દીપસંગ ઉંમર વર્ષ 17 ને સિંહે ઉપાડીને સો ફૂટ દૂર ઢસડીને ફાડી ખાધી હતી. જ્યારે અન્ય એક બાળકી રેખા ઉંમર વર્ષ 13 તેનો આબાદ બચાવ થયો હતો.
જ્યારે સિંહે હુમલો થયાની ઘટના રેખાએ જોતા તે ભાગીને વાડીમાં આવેલ પાણીના કૂંડી માં કૂદી જતા તે બચી જવા પામી હતી. જ્યારે ભાવનાને સિંહે વાડી પાસેથી ઢસડી વાડી થી 300થી 400 ફૂટ દૂર લઈ જય ફાડી ખાધી હતી. જ્યારે આ બે સિંહ પરપ્રાંતી બાળા ઉપર હુમલો કરી રહ્યા હતાં. એ દરમિયાનપરિવાર જનો અને આસપાસના વાડી વિસ્તારના લોકો એકઠા થયા હતા અને વનવિભાગને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં. વનવિભાગ અને ગ્રામજનો સિંહોને ભગાડી સગીરાનો મૃતદેહ હોસ્પિટલ ખાતે ખસેડેવામાં આવ્યો હતો.
હાલ તો વનવિભાગ દ્વારા આ બંને સિહોને પકડી પાડવા માટે અલગ અલગ જગ્યાએ પિંજરા ગોઠવી લીધા છે અને મરણ જનાર સગીરા કુટુંબીજનોને સરકાર તરફથી મળતી સહાયની રકમ રૂપિયા ચાર લાખ ઝડપથી મળે તેમાટે ની કાર્યવાહી હાથ ધરેલ છે.
વનવિભાગના C.C.Fશુસ્માં નાણાવટી જણાવ્યા અનુસાર આમ તો સિહો ક્યારે પણ મનુષ્ય ઉપર હુમલો કરતા નથી પણ આ ઘટના કંઇક અલગ છે આવા નર ભક્ષી સિંહોને પકડી અને આજીવન કેદની સજા આપવામાં આવે છે.
