રાજેશ દેથલીયા, અમરેલી: અમરેલી બગસરા સ્ટેટ હાઇ-વે પર સિંહ આવી ચડ્યો હતો.બાબાપુર નજીક રોડ પર સિંહે આવી ધોળા દિવસે નીલ ગાયનું મારણ કરીને મિજબાની માણી હતી. રોડ પર સિંહ આવી જતા વાહન ચાલકોનો સિંહ દર્શન કરવા ખડકલો લાગ્યો હતો. દિન દહાડે રોડ પર ભરચક વિસ્તારમાં સિંહ આવી ચડતા સિંહોની સુરક્ષાને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે.
