વિશ્વના દિગ્ગજ ફુટબોલર ડિએગો મેરાડોનાનું 60 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. અર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મેરાડોના રમતમાં પ્રેમની સાથે-સાથે તેના વિવાદને લઈને ચર્ચામાં રહ્યો છે. તો ચાલો જાણીએ તેના પરિવાર અને પ્રેમ વિશે…
ડિએગો મેરાડોનાના જીવનમાં ઘણી મહિલાઓ હતી, પરંતુ એફિશિયલ રીતે તેની એક જ પત્ની છે. જેમની સાથે તેનું લગ્ન વર્ષ 1984થી 2004 સુધી ચાલ્યું હતું. મેરાડોનાનો પ્રથમ પ્રેમ ક્લૉડિયા વિલાફાન (Claudia Villafane) હતો. મેરાડોનાએ લાંબા સમય સુધી મંગેતર તરીકે રહેતા વિલાફાને સાથે 7 નવેમ્બર 1984ના રોજ લગ્ન કર્યાં હતાં. સુખી દાંપત્ય જીવનના 20 વર્ષ ગાળ્યા બાદ 2004માં બંનેએ એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું. આ સંબંધોથી મેરાડોનાને બે સંતાનો થયા હતા.
•ડાલ્મા નેરેયાનો જન્મ એપ્રિલ 1987 માં થયો હતો અને મે 1989 માં જિઆનિના ડાઈનોરાહ (Gianinna Dinorah)માં થયો હતો.ડાલ્માના નામના ટેટૂ મેરાડાના પોતાના શરીર પર બનાવી રાખ્યું છે.
•વિલાફાને બ્યૂનસ આર્યર્સની કોર્ટમાં પોતાની પુત્રી જિઆનિનાની સાથે મેરાડોના પર 6 મિલિયન ડોલરની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ રકમ મેરાડોનાના બેંક ખાતામાંથી ગાયબ થઈ ગઈ હતા.
•મેરાડોનાની નશો કરવાની લતથી પરેશાન બંને પુત્રીઓએ તેને કોર્ટમાં લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો.
•ક્લબમાં પાર્ટી દરમિયાન નશામાં પાર્ટનર Veronica Ojedaની સાથે ડાન્સ કરતા મેરાડોનાની પેન્ટ નીકળી ગઈ હતી.
2018માં બ્રેકઅપ
મેરાડોનાએ તેની છેલ્લી ગર્લફ્રેન્ડ રોસિયો ઓલિવા સાથે ડિસેમ્બર 2018માં બ્રેકઅપ કર્યું હતું. 2012માં બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં અને ફેબ્રુઆરી 2014માં આ જોડી પોશ હોટેલમાં સગાઈ કરી હતી. ઓલિવા પોતે પૂર્વ પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી રહી છે. ત્યાર બાદ મેરાડોનાના નશાને લઈને તેમની વચ્ચે વિવાદ થયો હતો અને 2018માં, બંને ચાર વર્ષ સગાઈ તૂટી ગઈ હતી. મેરાડોનાની પુત્રી દલમાના લગ્ન વર્ષ 2018 માં થયા હતા, પરંતુ મેરેડોના લગ્નમાં નહોતા ગયા કારણ કે રોશિયોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે મેરાડોનાએ કહ્યું કે ‘રોશિયો મારી પત્ની છે અને જો તેને બોલાવવામાં નહીં આવે તો હું પણ નહીં જઉં. તે દુનિયાની પહેલી કે અંતિમ છોકરી નહીં બને, જેના પિતા તેના લગ્નમાં ન ગયા હોય.’
•ઓલિવા મેરાડોના કરતા 30 વર્ષ નાની હતી.
•ડિએગો મેરાડોનાનું 60 વર્ષની વયે અવસાન થયું.
•2004માં, ક્લોડિયા વિલાફાને #Claudia Villafaneસાથે તલાક લીધા હતા.
•છેલ્લી વખતની ગર્લફ્રેન્ડ રોશિયો ઓલિવા #Rocio Olivaને ડેટ કરી રહ્યા હતાં.
•2019માં, મેરાડોનાએ 8 બાળકોના પિતા બનવાનું સત્ય સ્વીકાર્યું.
2019માં 8 બાળકો હોવાનું સ્વીકાર્યું ?
•મેરાડોએ પહેલા કહ્યું હતું કે, તેને માત્ર બે બાળકો છે. પરંતુ 2019માં બીબીસીના એક રિપોર્ટના એક રિપોર્ટ બાદ તેણે સ્વીકાર્યું કે તેમને કુલ આઠ બાળકો છે. આમ મેરેડોનાએ પોતે સ્વીકાર્યું હતું કે તે સત્તાવાર રીતે 8 બાળકોનો પિતા હતા. પત્ની વિલાફાને બે બાળકો સિવાય બાકીના બાળકો મેરાડોનાના બે પાર્ટનરના છે. ડાલ્મા અને જિઆનિના તેની પત્નીનાં બાળકો છે. સાથે ફર્નાન્ડો પૂર્વ પાર્ટનરર વેરોનિકા ઓજેડાનું બાળક છે, વધુમાં, મેરાડોએ ક્યુબામાં ત્રણ બાળકોનો પિતા છે.
•કોર્ટની લડાઈ બાદ મેરાડોનાએ ડિએગો જુનિયર (Diego Junior) અને જાન (Jana)ને માન્યતા આપી.
•મેરાડોનાના એક પાર્ટનરનું નામ નામ Veronica Ojedaહતું, આ જોડીના બાળકોમાં એક ડિએગો ફર્નાન્ડો છે.
•પાછલા વર્ષે BBCના એક રિપોર્ટમાં મેરાડોનાના વકીલે કહ્યું હતું કે મેરાડોનાએ ક્યુબનના ત્રણ બાળકોનો પિતા હોવાનું સ્વીકાર્યું હતું.
•2000થી 2005 સુધી, મેરાડોનાએ સારવાર માટે કેટલાક વર્ષો ક્યુબા (હવાના) માં વિતાવ્યા હતા.
