સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ફરી એકવાર અચાનક જમીન ઉપર ઉઠવા લાગી, ગ્રામજનોમાં ભયનો માહોલ

પાર્થ મજેઠીયા,ભાવનગર: ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામ પાસે આવેલ GPCL કંપની દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ ચાલુ છે. તે અંતર્ગત કંપની દ્વારા માઇનિંગ કરી અને ત્યાંથી લિગ્નાઇટ કાઢવામાં આવે છે અને કંપની દ્વારા હોઇદળ અને સુરકા ગામથી આશરે 900 મિટર જેટલા અંતરે જે ડંપ બનાવવામાં આવેલ તે ડંપ બેસી જવાની ઘટના બનતા હોઇદળ અને સુરકા ગામ વચ્ચે આવેલ ગૌચરની જમીન અચાનકજ આપમેળે 40 ફુટ જેટલી ઉપર આવી ગઈ હતી,ત્યાર બાદ ગામલોકો એ આ બાબતે ભાવનગર કલેક્ટર સાહેબને રજુઆત કરતા કલેકટર દ્વારા ઘટના સ્થળે ડે. કલેક્ટર સહિતની ટિમ મોકલી સર્વે હાથ ધરાયો હતો, અને અધિકારીની સૂચનાથી કંપની દ્વારા જે બેસી ગયેલ ડંપની જગ્યાથી થોડે દૂર ગૌચર જમીન ફરતે તાર ફેન્સીંગ કરી અને લાઈન ખોદવામાં આવી હતી.

આ તપાસ પછી GPCL કંપની દ્વારા ડંપને લેવલ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને કોઈ અધિકારીના ઓર્ડર વગર જ આ કામ કરવામાં આવ્યું હોવાનો ગામલોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને ફરીવાર આજરોજ ગૌચરની જગ્યા એ ગામલોકો દ્વારા તપાસ કરાતા ફરી ડંપ બેસી જવાની ઘટના ઘટવા પામી હતી. આશરે 500 મિટર જેટલી જમીન 5 થી 6 મિટર ઊંચી આવી ગયેલ અને 30 મીટર જેટલી જમીન આગળ ખસી આવેલ જોવા મળી હતી. તેમજ જે જગ્યાએ તાર ફેન્સીંગ કરવામાં આવ્યું હતું. તેની નજીકજ કંપની દ્વારા ડ્રેનેજ લાઈન નું જે ખોદાણ કરવામાં આવ્યું છે ત્યાં જમીનમાંથી પણ પાણી બહાર આવવા લાગ્યું છે, સતત બીજી વખત આ ઘટના બનતા સુરકા,હોઇદડ,બાડી પડવા સહિતના આજુબાજુના ગામોના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, તેમજ જો આવી જ રીતે જમીન ઊંચી આવવાની ઘટના બનતી રહેશે તો આજુબાજુના ગામમાં જાનમાલને મોટું નુકશાન થવાનો તેમજ ભૂગર્ભ જળ બગડી જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.

આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શા માટે કોઈ પગલાં ભરવામાં નથી આવી રહ્યા? શું તંત્ર કોઈ મોટી જાનમાલની નુકશાની થવાની રાહ જોઈ ને બેઠયું છે ? તેવા અનેક સવાલો ખેડૂતો કરી રહ્યા છે,ત્યારે આ માઇનિંગનું કામ તાત્કાલિક બંધ કરી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઘટના અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે એવી માંગ ખેડૂતો તેમજ આજુબાજુના ગામલોકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap