રાજકોટ: વીરપુરના જલારામ બાપાનું મંદિર આખા જગતમાં તથા દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. કોરોના મહામારીને પગલે અને લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આજથી ફરી દર્શન માટે મંદિરને ખોલવામાં આવ્યું છે.
જલારામ જયંતિના બીજા દિવસે મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ નહીં તે માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે આજે જલારામ મંદિર આજથી ફરી દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આજથી મંદિર અને અન્નક્ષેત્ર ફરી શરૂ કરવામાં આવ્યું છે. કોરોના ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને મદિરે દર્શન માટે આવતા પહેલા ભક્તોને રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત રહેશે. રજીસ્ટ્રેશન બાદ જ ભક્તોને આપવામાં આવશે મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે અને ભક્તોનું સોશિયલ ડિસ્ટનસિંગ,હેન્ડ સેનેટાઇઝર,થર્મલ ગન થી સ્ક્રેનિગ, ચેકીંગ સહિત બાદ જ દર્શન માટે પ્રવેશ આપવા આવે છે.
