ગુજરાતમાં લોકડાઉન કે કર્ફ્યુની વાતો માત્ર અફવા છે: સીએમ રૂપાણી

ગાંધીનગર: સીએમ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા સરકાર કટિબદ્ધ છે. ઓછામાં ઓછું સંક્રમણ થાય એટલું જ નહિ, સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળી રહે તે માટે પૂરતા બેડ, તબીબો, દવાઓ-સાધન સામગ્રીની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. સંક્રમિતો આના પરિણામે જલ્દીથી સ્વસ્થ થઇ પોતાના ઘરે જાય તેવી આપણી નેમ છે, એમ પણ તેમણે કહ્યું હતું.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, લોકોની સ્વાસ્થ્ય સલામતિએ સરકારની પ્રાયોરિટી-પ્રાથમિકતા છે. રાજ્યમાં ફરી લોકડાઉન આવવાની કે, રાત્રિ કર્ફ્યું લાગુ કરવાની વાતો માત્ર અફવા છે. તેમણે કહ્યું કે, જે ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં હાલ જે રાત્રિ કર્ફ્યુ છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે.

ગુજરાતના નાગરિકોને આગ્રહપૂર્વક અનુરોધ કર્યો કે, કોરોના સંક્રમણને વ્યાપક થતું અટકવવા સૌ લોકો એસ.ઓ.પી.નું પાલન કરે, ફરજિયાત માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડભાડ ન કરે અને સ્વયં સતર્કતા, સાવચેતી રાખે. ખોટો ડર કે ગભરાટ રાખવાની પણ કોઇએ જરૂર નથી એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર સંપૂર્ણ સજાગ છે અને પરિસ્થિતી કાબુમાં છે.

CM રૂપાણીએ જણાવ્યું કે, આમછતાં, જો સંક્રમણનો વ્યાપ વધશે કે સ્થિતી વિકટ થશે તો રાજ્ય સરકાર લોકોની આરોગ્ય-સલામતિ ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય કરશે. કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર સુવિધાઓ માટે સરકારે માસ્ટર પ્લાન-એકશન પ્લાન બનાવ્યો છે તે મુજબ કામગીરી કરાઇ રહી છે.

તેમણે કોરોના વેકસીનની વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપતાં જણાવ્યું કે, આ વેકસીનની થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ગુજરાતમાં લગભગ એક હજારથી વધુ લોકો પર કામ ચાલે છે.

PM મોદીએ તાજેતરમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સુચનો અને પરામર્શ કર્યા હતા તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

તેમણે કહ્યું કે, ભારત સરકાર પણ બને તેટલી વ્હેલી વેકસીન આવી જાય તેમજ તે બને એટલી પારદર્શીતા, સરળતાથી લોકોને ઉપલબ્ધ થાય તે દિશામાં વિચારાધિન છે. સીએમ રૂપાણીએ કહ્યું કે સંભવત: આ વેકસીન વિતરણ માટે ચાર સ્ટેજ બનશે. પ્રથમ સ્ટેજમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ એટલે કે ડૉકટર્સ, પેરામેડીકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, હોસ્પિટલોના સ્ટાફ વગેરેને આવરી લેવાશે.

દ્વિતીય સ્ટેજમાં કોરોના વોરિયર્સ એટલે કે સફાઇ કર્મીઓ, રેવન્યુ, પોલીસકર્મીઓ વગેરેને આવરી લેવાશે તેમજ ત્રીજા સ્ટેજમાં પ૦ વર્ષથી વધુની વયના લોકો જેમને કોરોના સંક્રમણની સંભાવના વધુ હોય છે તેમને તથા ચોથા સ્ટેજમાં 50 વર્ષથી નીચેના પરંતુ કો-ર્મોબીડ એટલે કે અન્ય બિમારીઓથી પીડિત લોકોને આવરી લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap