રાજકોટ: બામણબોર-જીવાપરની કરોડોની જમીન મામલે પ્રાંત અધિકારીએ આપ્યો મહત્વનો ચુકાદો

વિનય પરમાર,રાજકોટ: જિલ્લામાં સમાવેલા બામણબોર- જીવાપરની કરોડો રૂપિયાની વિવાદી 380 એકર 20 ગુઠા જમીન સરકાર હસ્તક લેવાનો હુકમ રાજકોટ પ્રાંત-2 ના અધિકારી ચરણસિંહ ગોહિલે કર્યો છે.જીવાપરની સર્વે નંબર-47માની તથા બામણબોરની સર્વે નંબર-59માની 450 એકર 32 ગુઠા જમનીમાંથી 380 એકર જમીન ખાનગી માલિકીની ઠરાવીને ચોટીલાના તત્કાલીન મામલતદાર, ડે. કલેકટર અને અધિક કલેકટરની ત્રિપુટીએ જમીન ખાનગી ઠરાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

આ કેશમાં એસીબીમાં ફરિયાદો પણ થઈ હતી.જમીનના આ લાંબા વિવાદિત કેસમાં રાજકોટ પ્રાંત-2 અધિકારીના હુકમથી આ જમીન ફરી સરકાર હસ્તક લઈ લેવામાં આવી છે.જમીન મામલે તત્કાલીન સમયે ચોટીલા મામલતદારે ગુજરાત ખેતી જમીન ટોચ મર્યાદા ધારો અંતર્ગત કેસ ચલાવ્યો હતો.આ સમયે આ ગામો સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા હતા.

ચોટીલાના તાત્કાલિન મામલતદારે તા.17.07.2017ના રોજ રામભાઈ નાનજીભાઈ ખાચર વગેરેને સાત યુનિટ 378 એકર ફાળવી, બાકીની 72 એકર ફાજલ જાહેર કરી સરકાર હસ્તક લીધી હતી.કુલ સાત પક્ષકારોને 54-54 એકરના સાત યુનિટ ફાળવાય હતા.રાજ્ય સરકારના 2018ના આદેશ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કુલ પાંચ ગામોનો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરતા આ કેસ રાજકોટ કલેકટર સમક્ષ આવ્યો હતો.

આ કેસમાં એવું ધ્યાનમાં આવ્યું હતું કે, ચોટીલાના તાત્કાલિન મામલતદારે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ખોટું અર્થઘટન કરીને પોતાના અધિકારક્ષેત્રની બહાર 380 એકર જેટલી જમીન ફાળવી દીધી હતી. આથી આ કેસ ફરી ચલાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap