તમને લાખો રુપિયાથી ભરેલું બેગ મળે તો શું કરો? આ મહિલાએ જાણો શું કર્યુ

વર્તમાન સમયમાં લોકો દિવસના પણ પૈસા તથા ઘરેણાં લઈ જતા ગભરાય છે. દેશમાં લૂંટના કેસ એટલા વધી ગયાં છે કે સૌ કોઈ આ વસ્તુથી ડરે છે, પરંતુ આજે પણ કેટલાક એવા લોકો જેની અંદર ઈમાનદારી છુપાયેલી છે અને આવી જ મિસાલ રજૂ કરી છે મધ્ય પ્રદેની બૈતૂલની એક યુવતીએ.

વાસ્તવમાં, અમે જે યુવકતીની વાત કરી રહ્યાં છે તેનું નામ રીતા છે. તેને 1 લાખ 20 હજાર રૂપિયાથી ભરેલો ખેડુતનો થેલો મળ્યો અને તેણે વગર લાલચે પોલિસ પાસે જઈ સોપી દીધું. ત્યારે રીતાના આ કામના વખાણ ચારોતરફ થઈ રહ્યાં છે.

કેમ ગુમ થયો થેલો?
બિરૂલ બજારનો રહેવાસી ખેડુત રાજા રમેશ સાહુ પોતાનો કોબીનો પાક ભોપાલને વેચી પરત ફરી રહ્યો હતો. તે સમય તેનો આ થેલો, વૈષ્ણવી બસમાં છૂટી ગયો. આ બસમાં આગળ રીતા મુસાફરી કરી રહી હતી. જે બાદ રીતાને આ બેગ મળી અને જ્યારે તેમણે આ બેગ જોયું તો તેમાં પૈસા હતાં.

ખેડુતને પરત કર્યું બેગ
ત્યાર બાદ રીતાએ મોડું કર્યાં વગર આ બેગ પોલિસને સોંપી દીધું. જોકે બસ વાળાની મદદથી તે ખેડુતને પણ શોધી લેવામાં આવ્યો અને પછી પોલિસે તેની બેગ પરત કરી દીધી.
અહી મહત્વની વાત એ છે કે રીતાએ પહેલીવાર ઈમાનદારીની મિસાલ રજૂ નથીં કરી, પરંતુ આ પહેલા પણ તેના પિતાના બેંક અકાઉન્ટમાં ભૂલથી 42 હજાર રૂપિયા આવી ગયાં હતાં અને તે પૈસાને પણ રીતાએ પરત કરી દીધાં હતાં. આ કામ બાદ રીતાની કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જેમાં તેને અધિકારીઓ દ્ધારા સન્માનિત કરવામાં આવી રહી છે. ત્યારે આપણે પણ રીતાના આ નેક કામને સલામ કરીએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap