પાર્થ મજેઠીયા, ભાવનગર: હજીરાથી ઘોઘા આવેલા રોપેક્સ ફેરીના પેસેન્જરો ઘોઘાથી ભાવનગર આવવા માટેની બસ સમય કરતાં બે કલાક જેટલી મોડી આવતા પેસેન્જરો પરેશાન થયા હતા.
સુરતથી સવારના છ વાગે નિકળી પેસેન્જરો હજીરા આવ્યા ત્યાંથી રોપેકસ ફેરી સર્વિસના જહાજમાં 4 કલાકે એટલે બપોરના 1: 30 વાગે સમયસર ઘોઘા આવી ગયા પણ ભાવનગર લઈ જનાર બસ આવી ન હોવાથી પેસેન્જરોએ બસ કયારે આવશે તેવી પુછપરછ કરતાં ચોક્કસ ટાઈમ આપવાના બદલે બસ 10 થી 15 મીનીટમાં આવે છે તેમ કહીને સમય પસાર કરી રહ્યાં હતા. બપોરે 1:30 વાગે રોરો પહોંચતી બસ 3:30 સુધી ન આવતા મુસાફરો પરેશાન થયા.
બીજી તરફ ઘોઘા ટર્મિનલમાં કેન્ટીન નહીં હોવાથી ચા નાસ્તો ભોજનને લઈને લોકો વધુ પરેશાન થયા હતા પહેલા રોપેક્સ સર્વિસથી હતી પરેશાની હવે લેવા આવનાર બસ પરેશાન કરી રહી છે, લગ્ન પ્રસંગે અને અગત્યના કામે ભાવનગર આવેલા મુસાફરો રોપેક્સ ટર્મિનસ પર રજળી પડ્યા હતા. કોઈને ભાવનગરથી આગળ કનેક્શન છુટી ગયું,જે લગ્નમાં હાજરી આપવા આવેલા તેને બસની રાહમાં લગ્ન પુરા થઇ ગયા હતા.
