આ કપરા સમયમાં અવી દરિયાદિલી ભાગ્યેજ જોવા મળે છે, બોટાદની આ ઘટના છે સાક્ષી

બોટાદ: જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને બરવાળા તાલુકાની કાપડીયાળી પ્રાથમિક શાળાના આચાર્ય પંકજભાઈ કે મુંધવાનો ફોન શનિવારના રોજ શાળાએથી ધરે આવતા સમયે ખિસ્સા માંથી પડી ગયેલ તેથી પંકજભાઈ તેમજ પરિવારજનો અને શિક્ષકો વગેરેએ ખૂબ જ શોધ ખોળ કરેલ પણ ફોન મળ્યો નહીં.

આ કપરા સમયમાં અવી દરિયાદિલી ભાગ્યેજ જોવા મળે છે, બોટાદની આ ઘટના છે સાક્ષી

બોટાદના રહેવાસી એવા મોરલીધર પાન સેન્ટરના માલિક પી.એચ.બોળીયા (ભુવાજી) બરવાળા મુકામે કામ અર્થે આવેલ તો તેમને મળેલ અને ગુમ થયેલ ફોન પર અન્ય શિક્ષકોએ ફોન કરતા તેમનું નામ સરનામું વગેરે પ્રામાણિકતાથી જણાવેલ અને કળિયુગમાં પ્રમાણિકતા દાખવી મૂળમાલિકને મોંઘો ફોન સુપરત કરેલ તે બદલ પંકજભાઈ અને તેમના પરિવારે તેમનો આભાર માન્યો હતોઅને રાજી ખુશી થી ઇનામ આપતા તેમણે તેનો પણ અસ્વીકાર કર્યો હતો.આમ કળિયુગ માં પણ માનવતા નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap