પોલીસવાળો જ ચલાવતો હતો જુગારનો અખાડો, આર આર સેલના દરોડામાં સામે આવ્યું એવું કે બધા ચોંકી ઉઠ્યા

રવિ નિમાવત,મોરબી: કાયદાના રક્ષક જ જયારે ભક્ષક બની જાય તો સમાજ કોના ભરોસે ટકશે તેવો સવાલ ઉપસ્થિત થાય છે. કારણકે મોરબી જિલ્લામાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને પોલીસ દ્વારા જ સંચાલિત જુગારધામ પણ આર આર સેલની ટીમે દરોડો કર્યો હતો. જેમાં પોલીસ સંચાલિત જુગાર અખાડો તો ઝડપી લેવાયો હતો. પરંતુ રેડ દરમીયાન પોલીસને જુગાર ઉપરાંત દારૂ પણ મળી આવ્યો હતો. એટલું જ નહિ બે હથિયાર સાથે મોટી સંખ્યામાં જીવતા કાર્ટીસ મળી આવ્યા હતાં.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા રહે પંચાસર વાળો માળિયાના ખીરસરા નજીક પોતાના કબ્જા ભોગવટાની જગ્યામાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોય. જેથી સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આર આર સેલની ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા, ઘનશ્યામભાઈ કરશનભાઈ આદ્રોજા, જયંતીભાઈ ગાંડુભાઈ ઠોરીયા, નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા, નરેશ સવજીભાઈ વિડજા, સંજય રણમલભાઈ લોખીલ અને પારમાં સુરેશ પાસવાન એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૬,૭૬,૩૪૦ અને ૭ મોબાઈલ કીમત રૂ ૨૦,૦૦૦ સહીત કુલ રૂ ૬,૯૬,૩૪૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

જુગાર સ્થળેથી દારૂ અને બીયર મળી આવ્યો

આર આર સેલે જુગારનો દરોડો કર્યો હોય ત્યારે જુગાર ઉપરાંત દારૂ અને બીયર પણ મળી આવ્યો હતો. જુગાર સ્થળેથી પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ ૦૩ અને બીયરના ટીન ૩૪ નંગ મળીને કુલ ૪૯૬૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

પિસ્ટોલ-રિવોલ્વર અને કાર્ટીસ પણ મળી આવ્યા

જુગારધામ પર આર આર સેલે દરોડો કર્યો ત્યારે દરોડો કરનાર ટીમ પણ ચોકી ઉઠી હતી. કારણકે આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલાના કબ્જા ભોગવટાની જગ્યામાંથી ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા હતા. જેમાં એક પિસ્ટલ કીમત રૂ ૨૫ હજાર, એક રિવોલ્વર કીમત રૂ ૨૫ હજાર ઉપરાંત કાર્ટીસ નંગ ૫૬ કીમત રૂ ૫૬૦૦ સહિત કુલ રૂ ૫,૫૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap