અમેરિકામાં પ્રથમ COVID-19 વેક્સિન આપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે 14 ડિસેમ્બરે ટ્વીટ કર્યું હતું કે દેશને પ્રથમ કોરોના વેક્સિન આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ન્યૂયોર્કની એક નર્સને અમેરિકાની પહેલી COVID-19 વેક્સિન આપવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર લખ્યું, “પ્રથમ વેક્સિ આપવામાં આવી. અભિનંદન USA! અભિનંદન વિશ્વ!”
AFPના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેન્ડ્રા લિન્ડસે નામની એક ક્રિટિકલ કેર નર્સને વેક્સિન આપવામાં આવી છે. લિન્ડસે લોંગ આઇલેન્ડ જ્યૂઈશ મેડિકલ સેન્ટરની નર્સ છે. ભારતીય સમય મુજબ, 14 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યે લાઈવ ટેલિવિઝન પર તેમને વેક્સિનનો ડોઝ અપવામાં આવ્યો હતો.
વેક્સિનના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા 11 ડિસેમ્બરના રોજ Pfizer-BioNTech કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપ્યા બાદ આ વેક્સિનના સમાચાર આવ્યા છે. ઈમરજન્સી ઉપયોગ અમેરિકામાં કોરોના વેક્સિન આપવામાં આવ્યો હતો, જે કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત હતી.
આ મંજૂરી બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર કહ્યું કે અમેરિકા Pfizer-BioNTech વેક્સિન ’24 કલાકથી ઓછા’ સમયમાં આપવાનું શરૂ કરશે અને તે ‘બધા અમેરિકનો માટે મફત’ હશે.
FedEx અને UPSની સાથેની અમારી પાર્ટનરશિપ દ્વારા અમે તમામ રાજ્યો અને પિન કોડમાં વેક્સિન પહોંચાડવાનું શરૂ કર્યું છે. રાજ્યોમાં પ્રથમ કોને વેક્સિન આપવામાં આવશે તે રાજ્યપાલો નિર્ણય કરશે.
