અમદાવાદ: રાજ્યમાં આગની ઘટનાઓ સતત બનતી રહે છે. ત્યારે શહેરના વટવા-વિંઝોલ રેલવે ફાટક નજીત માતંગી એન્ટરપ્રાઈઝ અને જક્ષય નામની એક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેને કારણે આસપાસની કંપનીઓમાં આગ પ્રસરી ગઈ હતી.
આ ઘટના જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા હતાં અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
