ભૂજમાં પિતા અને પુત્રી વચ્ચેના સંબંધોને કલંક લાગ્યો છે. આ ઘટનામાં એક હવસખોર પિતાએ તેની પુત્રી અને ભાઇને તેની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઇ છે. ભુજ નજીકના માધાપર ગામે પિતા અને ભાઈએ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો છે, આ ઘટનામાં ભાઇ અને પિતા વિરુદ્ધ ભદ્ર સમાજની કિશોરીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે.
આ ઘટનામાં એવી પણ માહિતી મળી રહી છે, પિતા-પુત્ર ચાર વર્ષથી દીકરી સાથે એક વાર નહીં પણ અનેક વખત બળાત્કાર કર્યાની ઘટના સામે આવી છે. બી ડિવિઝન ખાતે દરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, આ ઘટનાને પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી..
વિગતો અનુસાર પાલક પિતા અને ભાઈ કિશોરીને ઘરમાંથી કાઢી નાખવાની વારંવાર ધમકી આપતા હતા અને છેલ્લા ચાર વર્ષથી કિશોરી સાથે બાપ -દીકરો બન્ને દુષ્કર્મ આચરી રહ્યાં હતાં. આ ઉપરાંત પીડીતાએ ફરિયાદમાં એવું પણ લખાવ્યું છે કે એક વાર નહીં અનેક વખત શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્યપણ આચર્યું છે.
આ બનાવની ગંભીરતાને પગલે હાલ પોલીસે પિતા- પુત્ર વિરુદ્ધ પોકસો સહિતની કલમો ઉમેરીને ગંભીરતાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હવે આ તપાસ દરમિયાન નવો વણાંક આવે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે કેમકે પોલીસ તપાસ દરમિયાન વિપરીત માહિતી સામે આવી રહી છે..
માહિતી એવી મળી છે કે પીડિત કિશોરીને કોઈક યુવક સાથે પ્રેમ સંબંધો હોવાની ઘરમાં જાણ થતા પિતા અને ભાઈએ ઠપકો આપ્યો હતો ત્યારે ખરેખર આ દુષ્કર્મની ફરિયાદમાં કેટલું સત્ય છે તે તો પોલીસની પૂરતી તપાસ કરશે ત્યારે જ ખબર પડશે.
