કચ્છ: પાલક પિતાએ માતા-પુત્રીની ક્રૂર હત્યા કરીને ગટર લાઈનમાં ફેંકી દીધા મૃતદેહ, સામે આવ્યું આવું કારણ

બિમલ માંકડ, કચ્છ: પૂર્વ કચ્છના ગડપાદર જેલ પાછળની ઝૂંપડપટ્ટી સંકુલમાં સાથે સહવાસ વિતાવતા પાલક પિતાએ માતા રજીયા ઉર્ફે સીમરન ઉ.વર્ષ.૪૧ અને પુત્રી સોનિયા ઉ.વર્ષ.૧૩ને આંતરિક કંકાશના મુદ્દે ધોકા વડે બેરહેમી પૂર્વક મારમારીને હત્યા નિપજાવ્યા બાદ મૃતદેહોને કિડાણા તરફના માર્ગ ઉપર ગટરમાં નાખી દીધા હોવાનો ચકચારી કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.

આ ગોજારી ઘટનાને પગલે પોલીસબેડામાં દોડધામ મચી હતી ગત મોડી રાતથી પોલીસ મૃતદેહોને શોધવાની કાર્યવાહીમાં વ્યસ્ત હોવાના અહેવાલ સુત્રોમાંથી પ્રાપ્ત થયા હતા.

કચ્છ: પાલક પિતાએ માતા-પુત્રીની ક્રૂર હત્યા કરીને ગટર લાઈનમાં ફેંકી દીધા મૃતદેહ, સામે આવ્યું આવું કારણ

ગાંધીધામ શહેરના કૈલાસનગર,ગળપાદર જેલ પાછળ ઝૂંપડા વિસ્તારમાં રહેતો આરોપી સંજયસીંગ દર્શનસીંગ ઓજલા (જાટ) કિડાણા તરફના જંગલ વિસ્તારમાં કાચબા લેવા જવાનું કહી માતા રજીયા ઉર્ફે સીમરન તથા પુત્રી સોનિયાને તેની બાઇક નં.જીજે.૧૨. બીક્યુ.૮૭૯૮ પાછળ બેસાડીને લઈ ગયો હતો અને આરોપીએ સાથે લાકડાનો ધોકો પણ લીધો હતો અને મૃતક સોનિયા પકડવા માટે આપ્યો હતો.

કચ્છ: પાલક પિતાએ માતા-પુત્રીની ક્રૂર હત્યા કરીને ગટર લાઈનમાં ફેંકી દીધા મૃતદેહ, સામે આવ્યું આવું કારણ

આરોપી સંજયસીંગે ગઈકાલે બપોરના ૧:૩૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યાના અરસામાં આ માતા-પુત્રીને ધોકા વડે બેરહેમી પૂર્વક મારમારીને હત્યા નીપજાવીને મૃતદેહોને ગટરલાઈનમાં ફેંકી દીધા હતા. ઘટનાને પગલે પોલીસે સરોજ ઉર્ફે રેશ્મા સંજયસીંગ દર્શનસીંગ ઓજલા (જાટ)ની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે ફરિયાદી સરોજબેનની માતા રજીયા ઉર્ફે સીમરન અને તેના પિતા ગફુરઅબ્દુલ સાથે બનતું ન હોવાને કારણે ફરિયાદી તેની માતા તથા ભાઈબહેન સાથે છેલ્લા બારેક વર્ષથી આરોપી એવા પાલક પિતા સંજયસીંગ સાથે રહે છે.

મૃતક રજીયા અને આરોપી વચ્ચે છાસવારે નાની નાની બાબતે ઝઘડા થતા હતા અને આરોપી જ્યારે પરત ઘરે આવ્યો હતો. તે સમયે તેના કપડા પર લોહીના ડાઘ હતા. ત્યારે ફરિયાદી સરોજબેને કપડા પર લાગેલા લોહી પાછળનું કારણ પૂછતા પાલક પિતાએ તેના નાકમાં લાગીગયું હોવાથી લોહી નીકળે છે અને પગમાં પણ વાગ્યું હોવાનું સરોજને જણાવ્યું હતું. ત્યારે સરોજને તેની માતા અને બહેન પરિચિતની ડીલીવરી માટે હોસ્પિટલ ગયા છે અને સવાર સુધી પરત આવી જશે તેવી વાત કરી હતી અને ત્યારબાદ ખુદ હત્યારાએ પોલીસ મથકમાં આ ઘટના અંગે જાણ કરી હતી.

બન્ને હતભાગીઓની હત્યા નીપજાવનારા આરોપી સંજયસીંગના અગાઉ કોઈ સ્ત્રી સાથેના આડા સંબંધ બાબતે બોલાચાલી થઈ હોવાનું પણ ફરિયાદમાં લખાવ્યું છે.પુરાવાનો નાશ કરી ફરિયાદી સરોજબેનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપને લઈને પોલીસ ઘટના સ્થળે જઈને મૃતકોના મૃતદેહોને ગટરમાંથી શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી ત્યારે રજીયા ઉર્ફે સીમરનનો મૃતદેહ ગટર લાઈનમાંથી મળી આવ્યો છે અને પુત્રી સોનિયાનો મૃતદેહ શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે ત્યારે ક્રૂર હત્યા નિપજાવીને નાશી ગયેલા આરોપીની પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી લીધી છે આ ઘટના અંગે પી.આઈ એસ.એસ.દેસાઈએ આગળની તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap