બનાસકાંઠા: વાવના લોદ્રાણી ના ખેડૂતોને કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોએ ઢોલ વગાડી વિરુદ્ધ દર્શાવ્યો હતો. વાવ તાલુકાના છેવાડે આવેલા વિસ્તરોમાં હજુ ક્યાંક ક્યાંક નર્મદા નહેરના નીર ખેડૂતો સુધી પહોંચ્યા નથી ખેડૂતો માટે નહેર અભીશ્રાપ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે.
નર્મદાના અધિકારીઓ વાવના લોદ્રાણી સિમના ખેડૂતો સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યા હોય એવું લાગી રહ્યું છે. જ્યારે આજરોજ લોદ્રાણી અને નાળોદર ગામના ખેડૂતોએ કોરી કાગળ જેવી કેનાલમાં ઢોલ વગાડી વિરુદ્ધ દર્શાવ્યો હતો. જોકે અંદાજે 100 ખેડૂતોએ એ કેનાલ પર આવી પોતાની આપવીતી જણાવી હતી.
ખેડૂતો જણાવી રહ્યા છે કે, અમારી આપવીતી કોઈ સાંભળતું નથી જેથી મીડિયા અમારો આધાર બની અમારી સરકાર સુધી અવાજ પહોંચાડો છે. છેવાડે સુધી કેનાલનું પાણી મળી રહે એવી સરકારને અમારી રજુઆત કરો જોકે સરકારે કરોડોના ખર્ચે બનાવેલી કેનાલો કોરા કાગળ જેવી પડી છે.
ખેડૂતોએ પોતાના કાળજા ના ટુંકડા જેવી જમીન કેનાલો બનાવવા સરકાર ને આપી છે. કેનાલોમાં પાણી મળશે અને ખેડૂતોને બમણી આવક થશે એવી દર વર્ષે ખેડૂત આશા સાથે ખેતી કરે છે. ખેડખાતરને બિયારણમાં લાખોનો ખર્ચ કરે અને ખેતી પર નભતો ખેડૂત મોટા સપના સેવે છે. પરંતુ અણઆવડત અને અણઘડ નીતિના અધિકારીઓ ખેડૂતો ના સપના સાકાર થવા દેતા નથી જોકે સમય સર કેનાલનું પાણી ખેડૂતને ન મળતા પાકનું ઉત્પાદન મળતું નથી અંતે ખેડૂતને ખેડખાતર ને બિયારણ નુ વળતર જેટલું પાક ઉત્પાદન મળતો નથી અને ખેડૂત દેવાદાર બને છે.
જ્યારથી કેનાલો આવી ત્યારથી છેવાડે આવેલા ગામડાઓ ના ખેડૂતોની આવીજ દશા થાય છે. છેવાડાના ખેડૂતો આવેદનપત્રો આપે આંદોલન કરે ભૂખ હડતાલ કરે, પરંતુ રેગ્યુલર અને ટાઈમ્સર પાણી મળતું નથી જ્યારે કેટલાક ગામડાઓને તો સિઝન પુરી થવાને આરે હોવા છતાં પાણી ન મળતા આખરે ઢોલ વગાડી તંત્ર ની આળસ ખંખેરવા મિકીયો અજમાવ્યો.છે ત્યારે શું તંત્ર ઢોલ થી જાગશે કે કેમ.
