લેબનાનના સ્વાસ્થ્ય મંત્રી હમાદ હસને જણાવ્યું છે કે, પાછલા અઠવાડિયે રાજધાની બેરૂતમાં થયેલા બ્લાસ્ટા કારણે દેશની આખી કેબિનેટે રાજીનામું આપી દીધું છે. ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટનું કહેવું છે કે, કેબિનેટ બેઠક પછી હસને 10 ઓગસ્ટે મીડિયા સાથે વાત કરતાં આ વાતની જાહેરાત કરી છે. કેબિનેટના રાજીનામા પહેલા દેશમાં ધમાકાને લઇને પ્રદર્શન થઈ રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રી હમાદ હસનનું કહેવું છે કે, કેટલાક કેબિનેટ મંત્રીઓએ રાજીનામા આપ્યા અને કેટલાકે આપવાની ઈચ્છા વ્યક્ત કરી, જેના કારણે દબાણમાં આખી કેબિનેટે રાજીનામા આપવાનો નિર્ણય લીધો.
હમાદ હસને જણાવ્યું કે, વડાપ્રધાન હસન દિઆબ રાષ્ટ્રપતિ ભવન જઇને બધા મંત્રીઓના નામ રાજીનામા આપી દેશે.
પ્રધાનમંત્રી દિઆબ દેશને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિને રાજીનામું આપ્યા પછી દિઆબનીની સરકાર કેરટેકર બનેલી રહેશે, જ્યાર સુધી નવી સરકાર ચૂંટવામાં આવતી નથી.
દિઆબ પાછલા વર્ષે ડિસેમ્બરમાં જ વડાપ્રધાન બન્યા હતા. લેબનાન આ સમય મોટા આર્થિક સંકટમાં છે અને કોરોનાના કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો છે.
સરકાર વિરૂદ્ધ હિંસક પ્રદર્શન
બેરૂતમાં પાછલા અઠવાડિયે બે ભયાનક વિસ્ફોટ પછી 9 ઓગસ્ટે સતત બીજા દિવસે સરકાર વિરૂદ્ધ હિંસક પ્રદર્શન થયા. આ દરમિયાન લેબનાન પોલીસે સંસદ પાસે એક રસ્તો ચકાજામ કરનારા અને પથ્થરમારો કરનારા પ્રદર્શનકારીઓને વેર-વિખેર કરવા માટે આંસૂ ગેસના ગોળા છોડવામાં આવ્યા હતા.
