ભાવેશ રાવલ,જૂનાગઢ: જંગલ વિસ્તારમાં નેસમાં રહી પશુપાલનનો વ્યવસાય કરી જીવન ગુજારતા માલધારી વર્ષોથી ભણતરથી વંચિત રહ્યાં છે. આવા માલધારી સમાજના સંતાનોને શિક્ષણ મળી રહે તે માટે જૂનાગઢના શિક્ષણ અધિકારી એ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ ઉપાધ્યાયએ જૂનાગઢ જિલાના ભેસાણ તાલુકાના જંગલ વિસ્તાર એવા પાઢવડ કોઢા વિસ્તારમાં આવેલ નેસમાં રહેતા માલધારી પરિવારોના બાળકો કે જે પશુ પાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. તેને શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે .

ધોરણ ૩ થી લઇને આઠ સુધીના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે એક નવતર અને ખુબ ઉપયોગી પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ઓન લાઈન શિક્ષણ માટે અહી એક ટીવી સેટ મુકવામાં આવ્યો છે. જેને લઇ અહી રહેતા નેસના બાળકો ટીવીના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. સાથે એક શિક્ષક પણ અહી અભ્યાસ કરાવવામાં આવ છે. જેને લઇ અહી ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે અને અહી અભ્યાસ કરતા બાળકોમાં અનેરો રોમાંચ જોવા મળે છે.

તેનું કહેવું છે કે અમારે અભ્યાસ કરવો હતો પણ સિંહ, દીપડા જેવા પ્રાણીઓને લીધે અમે સ્કૂલે જય અભ્યાસ કરી શકતા નહિ આજે જ્યારે અમારે આંગણે એટલી સરસ સુવિધા ઉભી થઇ છે. જેન લઇ અમે અભ્યાસ કરીએ છીએ સાથે આ અભ્યાસ સાથે હવે અમે હિસાબ કરતા શીખીશું જેને લઇ અમારા દૂધ ના વ્યવસાયમાં ખુબ ઉપયોગી થશે.

ખાસ તો અહી અભ્યાસ કરતા બાળકો એ જણાવ્યુ હતું કે, અમારી પેઢીમાં કોઈએ અભ્યાસ કર્યો નથી. અમને ખુબ મજા આવે છે, અમને અહી સ્કૂલ બેગ અને પુસ્તકો આપવામાં આવ્યા છે. સાથે ટીવીનું માધ્યમ એટલે ગમ્મત સાથે અહી અભ્યાસ કરી રહ્યા છીએ.
