આવતીકાલથી માગશર માસ શરુ થશે.આજે આપણે ૨૦૨૦ ના છેલ્લા ગ્રહણમાંથી પસાર થયા. ગ્રહણની સાથે સાથે જ ગૂગલ જેવા મોટા પ્લેટફોર્મના જીમેઈલ અને યુટ્યુબ ડાઉન થયા છે.
આ વખતે ઘણા ગ્રહો ગ્રહણની અસરમાં હોવાથી સોશ્યિલ મીડિયાથી લઇ અનેક બાબતો ગ્રહણ સમયે ઝપટમાં આવી ગઈ છે વળી મહામારી પણ હજુ પૂર્ણ રીતે ખતમ નથી થતી જેની સામે આપણે સૌ જંગ લડી રહ્યા છીએ.
આજે સૂર્ય મહારાજ ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેથી મકરસંક્રાંતિ સુધી ધનારખ, કમુહૂર્તા કે સામી ઉતરાણ રહેશે. સૂર્ય મહારાજના ધનમાં આવવાથી કેતુ સાથે નો તેનો ગ્રહણ યોગ પૂર્ણ થશે પરંતુ આગામી બે માસ માં ધીમે-ધીમે બધા ગ્રહો મકર રાશિમાં જમાવડો કરવાના છે અને આ શંભુમેળો સારા નરસા અનેક પરિણામો લઇ ને આવી રહ્યો છે.
ખાસ કરીને આગામી દિવસોમાં પાડોશી દેશો કઈને કઈ રીતે પરેશાની આપતા રહે તેવા ગ્રહયોગ બની રહ્યા છે વળી ઘણા લાંબા સમય બાદ મકરમાં થતી છ ગ્રહોની યુતિ અનેક બાબતો માં ઉથલપાથલ સર્જતી જોવા મળશે.
અગામી તા.૨૦ ડિસે.રવિવારથી હિન્દુ પંચાંગ અનુસાર માગશર સુદ છઠ્ઠ પંચક,રવિયોગ સાથે વ્રજ યોગે અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થશે.આ વ્રત જે જાતકની કુંડળીમાં કેમદ્દમયોગ,ચાંડાલ યોગ,ભિક્ષુક કે દરિદ્રતાયોગ હોય તેવા જાતકો આ વ્રત કરવાથી વિશેષ આર્થિક રીતે નિશ્ચિત લાભદાયીનીવડશે.
(જાણીતા જયોતિષી આશિષ રાવલ)
