દવાઓનું બજાર જોરમાં છે,સાચવીને રહેજો કેમકે તમે એક પ્રોડક્ટ છો!

આજના વિશ્વની પ્રાથમિકતા છે માર્કેટિંગ, એમનો ઉદ્દેશ્ય છે વેચવાનો, દવાઓમાં એમનાઆ ઉદ્દેશ્યને સર કરવા માટે તેઓ આ પ્રકારના પગલાં લે છે.

 1. રોગ ઉત્પન્ન કરો,
 2. ચોક્કસ રેંજને એવી રીતે બદલવી કે સામાન્ય લોકો પણ રોગની શ્રેણીમાં આવે
 3. સસ્તી કિંમતે ઓફર કરેલા ઘણા બધા પરીક્ષણો સાથે બિનજરૂરી આરોગ્ય તપાસણી કરવી.

આ બધી વસ્તુઓ કેમ થઇ રહી છે ? કેમકે એક સામાન્ય માણસ તરીકે આપણો ઉદ્દેશ એ જાણવાનો હોય છે કે આપણને જીવલેણ રોગ છે કે નહીં. લક્ષ્ય રોગને અટકાવવાનું છે અને રોગનો હુમલો આવે તે પહેલાં તે વિશે પણ જાણવાનું છે.આ કારણોસર આરોગ્ય તપાસણી શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે પછી માર્કેટર્સ અને નફો કરનારાઓએ આ ધંધામાં પ્રવેશ કર્યો. વધુ પરીક્ષણ અને ઓછા ખર્ચને શ્રેષ્ઠ આરોગ્ય તપાસ પેકેજ માનવામાં આવતું હતું. કદાચ તમને ખબર નથી કે તમારું જે હેલ્થ ચેકઅપ થાય છે એ ચેકઅપ માં લગભગ 95% ચેકઅપ ઉપયોગી નથી.

 1. કેટલાક અહેવાલોનું કોઈ તબીબી મહત્વ નથી
 2. કેટલાક રોગના રિપોર્ટ જો અ-સામાન્ય આવે કે ફેરફાર જણાય તો પણ એ રોગ ન ગણાય
  3.ઘણા રિપોર્ટ એવા હોય છે કે સતત શરીરમાં દર કલાકે બદલાય છે.

આરોગ્ય તપાસણી અહેવાલો મુખ્યરૂપે આ મહત્વના મુદ્દાઓ પર આધાર રાખે છે.

 1. દર્દીની ઉંમર.
 2. દર્દીનું વજન
 3. પુરુષ અથવા સ્ત્રી
 4. કૌટુંબિક ઇતિહાસ
 5. જોબ પ્રોફાઇલ

આ મને નક્કી કરવામાં મદદ કરે છે કે કોઈ દર્દી માટે કયું પરીક્ષણ મહત્વપૂર્ણ છે.

મારી વાત હું કેટલાક પુરાવા સાથે મુકું છું;

 1. સુગર( ડાયાબિટીસ) ના અહેવાલો દર કલાકે બદલાય છે. ડાયાબિટીસની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. કોઈને ડાયાબિટીસ છે કે નહીં તે કહેવા માટે આપણે HBA1C રિપોર્ટ કરવાની જરૂર છે. તો પછી આરોગ્ય તપાસમાં બિનજરૂરી આરબીએસ, એફબીએસ, પીપીબીએસ શા માટે કરાવવા ?
 2. ઇસીજી અને ઇકો રિપોર્ટ જે તે સમયે રિપોર્ટ વખતે દર્દી કે વ્યક્તિની સ્થિતિ શું છે એજ દર્શાવે છે.જ્યારે દરેક તબીબી નિષ્ણાત રોગના નિદાન માટેTMT or Stress Thallium રિપોર્ટ માટે કહે છે.આવી સ્થિતિ માં ECG, ECHO નો દરેક ચેકઅપમાં કેમ ઉપયોગ કરવો ?
 3. આપણે માણસો પગ પર ચાલીએ છીએ અને તેથી આખું વજન ઘૂંટણ, પગની ઘૂંટી અને પગના હાડકાં પર આવે છે. તેથી જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ કેટલાક પ્રશ્નો સામાન્ય છે. હવે એ ફેરફાર ને સામાન્ય રીતે લેવાની જગ્યાએ કોઈ પણ ઘૂંટણની સમસ્યા માટે ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ માટે કેમ સલાહ આપવામાં આવે છે.? શું રિપોર્ટને નક્કી કરવા માટે દર્દીની ઉંમર અને વજન મહત્વના નથી ?

તેથી એક વિનંતી છે કે સેલ હોય ત્યારે ખરીદી કરવી ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ કારણ વગર હેલ્થચેકઅપ કરાવવો કેમકે તે ઓછા ભાવે કરવામાં આવે છે તે ખૂબ વાહિયાત અને જીવલેણ છે. તે તમને વધુ અને વધુ અહેવાલોની જાળમાં સીધા દોરી શકે છે જે તમને બિનજરૂરી દવાઓ લેવા મજબુર કરી દેશે.

સમજદારી પૂર્વક નિર્ણય લો. બધા એક સમાન નથી હોતા.

લેખક : ડૉ. યોગેશ ગુપ્તા
MD PHYSICIAN
ફોન : 99250-06256
ઈમેલ : [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap