હિંમતનગરના વેપારી એસોસિએશને કોરોનાને લઈને લીધા આ નિર્ણય

સાબરકાંઠા: જિલ્લામાં કોરોનાને લઈને સૌથી વધુ ખરાબ હાલત હિંમતનગર શહેરની બની ગઈ છે ત્યારે વધતા જતા સંક્રમણને કાબુમાં લેવાની ખુબજ જરૂરીયાત ઉભી થઈ છે ત્યારે બુધવારે શહેરના વિવિધ વેપારી એસોસીએશનના સભ્યોની ઉપસ્થિતીમાં નગરપાલિકાના હોલમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું . જોકે નગરપાલિકા તથા ધારાસભ્ય અને શહેરના શ્રેષ્ઠીઓએ ચર્ચા વિચારણા કર્યા બાદ તા .૨૬ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી દુકાનોનો સમય ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો . તે પછી તમામ બજારો બંધ રહેશે . બેઠકમાં કેટલાક વેપારીઓએ કરેલા સુચનો બાદ લેવાયેલા નિર્ણયને સૌ કોઈએ આવકાર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝેટીવના કેસ હિંમતનગર શહેરમાં અને તાલુકામાં નોધાયા છે ત્યારે દિનપ્રતિદિના સ્થિતી ખુબજ ચિંતાજનક રીતે વણસી રહી છે . જેથી સંક્રમણને નાથવુ સૌની ફરજ બને છે ત્યારે હિંમતનગરના વેપારી એસોસીએશનોના સભ્યોએ પાલિકાની પહેલને માન આપી બુધવારે બપોરે મીટીંગ રૂપે વેપારીઓ પાલિકાના હોલમાં ભેગા થયા હતા . જ્યાં વેપારીઓએ દુકાનો ચાલુ રાખવાના સમય બાબતે વિવિધ સુચનો કર્યા હતા . જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા , પાલિકા પ્રમુખ અનિરૂધ્ધભાઈ સોરઠીયા , ચીફઓફીસર ચશપાલસિંહ વાઘેલા અને અન્ય વેપારીઓની ઉપસ્થિતીમાં ચર્ચા વિચારણાને અંતે તા .૨૬ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી હિંમતનગરના બજારોનો સમય સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી રાખવાનું સ્વૈચ્છીક રીતે નક્કી કરાયુ છે .

મળતી માહિતી મુજબ ચાલુ અઠવાડીયામાં હિંમતનગરના વિવિધ વિસ્તારોમાં કોરોનાના સંક્રમણને લઈને શહેરની મોટાભાગની તમામ સોસાયટીઓમાં પોઝેટીવ કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે . ઉલ્લેખનીય છે કે પાલિકા અને આરોગ્ય વિભાગ તરફથી કેનાલ ફ્રન્ટ ખાતે કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરાતા કોરોનાના લક્ષણો ધરાવતા શહેરીજનોના સ્વાથ્ય અંગે જાણકારી મળી હતી . દિવસમાં લગભગ ૩૦૦ થી વધુ થયેલા ટેસ્ટમાં પોઝેટીવ કેસની સંખ્યા જોઈને આરોગ્યના કર્મચારીઓ પણ ચોકી ગયા છે.

સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ દિવાળી બાદ કોરોના તથા અન્ય રોગોના ભોગ બનેલા લોકો હારી ગયા હોવાથી તેઓ પરધામ પહોચી ગયા છે અને તેમાય ખાસ કરીને મંગળવારે હિંમતનગરના ટાઉનહોલ નજીક આવેલ અંતિમધામમાં વેકુંઠ રથની વધુ પડતી અવરજવરને જોઈને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા . હિંમતનગરની મોટાભાગની સોસાયટીઓમાં દિવાળી બાદ કોરોના પોઝેટીવની સંખ્યામાં થયેલો ચિંતાજનક વધારો સૌકોઈ માટે ચિંતા ઉપજાવે છે . જેથી શહેરીજનોએ પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કરીને જ્યા સુધી કોરોનાની વેક્સિન બજારમાં ન આવે ત્યા સુધી સી કોઈએ ફરજીયાત રીતે માસ્કનો ઉપયોગ કરવો રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap