દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ આજથી બંધ, જાણો કારણ

દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ આજથી બંધ થવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશમાં કોરોના સંક્રમણના કહેરના કારણે ટ્રેનોની કામગીરીને પણ જોખમમાં મૂકી છે. મુસાફરોની અછતને કારણે તેજસ એક્સપ્રેસ ટ્રેનને આગામી ઓર્ડર સુધી બંધ કરવામાં આવી છે.

ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડના મુખ્ય પ્રાદેશિક મેનેજર અશ્વની શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને કારણે મુસાફરોનો ટ્રાફિક ખૂબ ઓછો છે. સંક્રમણને લીધે, ખૂબ ઓછા મુસાફરોએ વીઆઈપી ટ્રેન તેજસ એક્સપ્રેસમાં મુસાફરી માટે બુક કરાવ્યું હતું. જેના કારણે રેલ્વેએ આ ટ્રેનના સંચાલનથી ખાસ આવક મેળવી નથી. જેના કારણે હાલના સમય માટે તેજસ ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવી રહ્યું છે.

આ ટ્રેન ફરી ક્યારે શરૂ કરવી. આ પછીથી નિર્ણય લેવામાં આવશે. માહિતી માટે આપને જણાવી દઈએ કે, દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ લખનઉથી દિલ્હી વચ્ચે દોડે છે. આ ટ્રેન આઈઆરસીટીસી ચલાવે છે. આ ટ્રેન સંપૂર્ણપણે વીઆઇપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઈઆરસીટીસીએ મુસાફરોની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેજસ ટ્રેનને બંધ કરવા માટે એક પત્ર લખ્યો હતો. ત્યારબાદ, રેલવે બોર્ડે 23 નવેમ્બરથી આગામી ઓર્ડર સુધી ટ્રેનની તમામ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

જણાવી દઈએ કે, આઈઆરસીટીસીએ ઓક્ટોબર 2019માં લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસ શરૂ કરી હતી. આ પછી, તેજસ એક્સપ્રેસ આ વર્ષે જાન્યુઆરીમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap