અમદાવાદ: આજથી નવા વર્ષનો પ્રરંભ થતા જ મનપાની ચૂંટણીને લઈને કોંગ્રસે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે મનપાની ચૂંટણી માટે ઓબ્ઝર્વરની નિયુક્તિ કરી છે. અમદાવાદમાં નિરીક્ષક તરીકે 5 લોકોની નિયુક્તિ કરવામાં આવી છે. સી.જે ચાવડા, યુનુસ પટેલ, દીપક બાબરિયાની નિયુક્તિ અલકાબેન પટેલ અને નિરંજન પટેલ પણ નિયુક્તિ કરવામાં આવી છે. વડોદરાના નિરીક્ષક તરીકે ગૌરવ પંડયા અને ઇન્દ્રવિજય ગોહિલ, જામનગરના નિરીક્ષક તરીકે ખુરશીદ શેખ અને રાજુ પરમાર, ચંદ્રિકાબેન ચુડાસમાની જામનગર નિરીક્ષક તરીકે નિયુક્તિ, સુરતના નિરીક્ષક તરીકે ગ્યાસુદ્દીન શેખ અને વિરજી ઠુમ્મર, રાજકોટના નિરીક્ષક તરીકે શૈલેષ પરમાર અને અમી યાજ્ઞિક,ભાવનગરના નિરીક્ષક તરીકે હિંમતસિંહ પટેલ અને સાગર રાયકા નિયુક્તિ કરવામાં આવી છે.
