પાર્થ મજેઠીયા, ભાવનગર: જિલ્લાના સિહોર તાલુકાના મોટાસુરકા ખાતે આજે સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષીબીલનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં પ્રતિક ધરણા યોજ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.
કેન્દ્રસરકાર દ્વારા 3 કૃષિકાયદાને અમલી બનાવવાના મામલે હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોના ખેડૂતો દિલ્લી બોર્ડર પર આ કૃષિકાયદાને રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં અનેક વાર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક પણ થવા પામી હતી. જેમાં કોઈ નક્કર પરિણામ ન આવતા ખેડૂતો પોતાનું આંદોલન હજુ શરુ રાખી આ ત્રણેય કાયદાને રદ કરવાની માંગ પર અડ્યા છે. ત્યારે સિહોરના મોટાસુરકા ખાતે આશાપુરા માતાજીના મંદિરે સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિબિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પ્રતિક ધરણા યોજી તેમજ આજે ફરી સરકાર સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી.ત્યારે ધૂન યોજી ભગવાન સરકારને આ મામલે સદબુદ્ધિ આપે તેવી કરી માંગ એટલેકે કોઈ નક્કર પરિણામ ખેડૂત તરફેણમાં મળે તેવા હેતુથી ધૂન યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
