અગાઉ લખ્યા મુજબ તા.૧૧ ના રોજ મકર રાશિમાં ગ્રહો નો અડડો ભરાવતા પૂર્વે કુદરતી કે અકુદરતી અકલ્પનીય ધટનાઓ બને તે બાબત ના અનુસંધાને ગઈકાલે ઉત્તરાખંડમાં જલ પ્રલય બનેલ જે બાબતે હું અગાઉ લખી ચુક્યો હતો.તા.૧૧ ના રોજ શનિ અસ્ત માંથી ઉદય થતાં શેર માર્કેટમાં મોટા કડાકા બની શકે !! માટે મોટા રોકાણ કરનાર વર્ગ માટે વધુ સાવધાની રાખવી આવશ્યક ?
ઈ.સ.૧૯૬૨ ના વર્ષ જેવા ગ્રહોનો સંબંધ પુનઃ થવાથી યુદ્ધ કે યુદ્ધ જેવી પરીસ્થિતિ નું નિર્માણ સંભવ ની શકયતા નકારી શકાતી નથી.હાલમાં સ્થાનિક ચુંટણી માટે દરેક પક્ષો માંથી ઉમેદવાર ના ફોર્મ ભરાઈ ગયેલા છે.ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વખત વધુ વખત ચૂંટાયેલા કોર્પોરેટર અને ઉંમર ૬૦ થી વધુ હોય તેવા ઉમેદવાર ને ટીકીટ ન આપવાનો જુગાર ખેલેલ છે જે ગ્રહ નો ભાવિ ભેદ જોતા પક્ષ માટે વધુ ફાયદાકારક બનશે! મેષ રાશિ માં મંગળ નું ઉચ્ચ ભ્રમણ ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે રસાકસી બની રહેશે તેમજ વાદ-વિવાદ પક્ષાપક્ષી તેમજ નારાજગી બની રહે ?
તા.૧૧ ના મકર રાશિમાં છ ગ્રહોનો કાફલો આપણા લોક લાડીયા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની કુંડળીમાં ત્રીજા ભાવે પસાર થવાથી આમ જનતા માટે મહત્વનો નિર્ણય જાહેર કરી શકે છે કારણકે મેં નૈસર્ગિક કુંડળી પ્રમાણે ત્રીજો ભાવ પાડોશી,કોમ્યુનિકેશન,પરાક્રમ,સાહસ હિંમત,સહજતા,પુરુષાર્થ કે ટૂંકી મુસાફરી સાથે મહત્વ ના નિર્ણય માટેનું ગણવામાં આવે છે.છઠ્ઠા સ્થાને મંગળ નું સ્વગૃહી ભ્રમણ મોદી સાહેબ ને ચોક્કસ જશ અપાવશે.ભાગ્ય સ્થાન માં સાતમી દષ્ટિ પડવાથી દેવ મંદિરો ના રીનોવેશન માટે વધુ ને વધુ સારા કામ કરશે અને સારી સફળતા પ્રાપ્ત થશે.
જાણીતા જયોતિષી આશિષ રાવલ
