પંચમહાલની બ્રેનડેડ દીકરીના અંગોથી અનેક લોકોને નવજીવન મળશે, પરિવારજનોનો સરાહનીય નિર્ણય

પંચમહાલ: જિલ્લાના હાલોલનગરની 17 વર્ષીય કિશોરીની તબીયત બગડતા તેને હાલોલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન કિશોરીને બ્રેઈનડેડ જાહેર કરવામા આવી અને કિશોરીના પરિવારજનોએ દેહઅંગોનું દાન કરવા મંજુરી આપી. પોલીસના સહયોગથી વડોદરાથી ગ્રીન કોરીડોર બનાવી અંગોને અમદાવાદ પહોંચાડાયા આવ્યા હતાં. તેમજ અન્ય બીજા અંગોને હવાઈમાર્ગે દિલ્લી,મુંબઈ મોકલવામાં આવ્યાં હતાં.

પંચમહાલની બ્રેનડેડ દીકરીના અંગોથી અનેક લોકોને નવજીવન મળશે, પરિવારજનોનો સરાહનીય નિર્ણય

પ્રાપ્ત વિગતો અનુસાર,પંચમહાલ જિલ્લાના હાલોલના રહેવાસી નીરજભાઈ શાહ અને તેમની પત્ની સલુનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના સંતાનોમાં એક પુત્ર જય ધોરણ 10માં અને પૂત્રી નંદીની 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. જેમા પુત્રી નંદનીની તબિયત લથડતા સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામા આવી હતી. તેને બચાવમા માટે ડોક્ટરોને અથાગ મહેનત કરી પરંતુ કુદરતને તે જાણે મંજૂર ન હતું. સારવાર દરમિયાન ડોક્ટરોએ નંદીનીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી અને પરિવારજનો પણ આભ તુટી પડ્યુ હતું. ત્યારબાદ પરિવારજનોએ સંકલનથી અંગો ડોનેટ કરવાની મંજુરી આપી હતી.

પંચમહાલની બ્રેનડેડ દીકરીના અંગોથી અનેક લોકોને નવજીવન મળશે, પરિવારજનોનો સરાહનીય નિર્ણય

પરિવારજનો તરફથી લીલી ઝંડી મળતા હોસ્પિટલના સત્તાધીશોએ કિશોરીના ઓર્ગન અમદાવાદ મુંબઈ અને દિલ્હી પહોંચાડવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમા હાર્ટને દિલ્લી, ફેફસાને મૂંબઈ ખાતેની હોસ્પિટલમાં મોકલી હવાઇમાર્ગે મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ કીડની,ચક્ષુ,લીવરને વડોદરાથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર થકી આઈકેડી હોસ્પિટલ ખાતે મોકલાયા હતા. અંગોને નિશ્વિત સમયમર્યાદામાં પહોંચાડવામાં હોસ્પિટલતંત્ર દ્વારા તંત્ર વડોદરા પોલીસ સાથે સંકલન સાધવામાં આવ્યુ હતું. જેમા ગ્રીન કોરીડોર બનાવીને ટ્રાફિક પોલીસે સતત પાયલોટિંગ કરવામાં આવ્યુ હતું. પોતાના વ્હાલાસોઈ દીકરીના અવસાનથી માતા-પિતા તેમજ તેમના પરિવારજનોમા તેમજ હાલોલ નગરમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap