કિશન બાંભણિયા,ગીર સોમનાથ: તાલાલાના અને અરૂણાચલમાં સેનામાં ફરજ બજાવતા અરુણાચલ પરદેશ અકસ્માતમા મોતને ભેટેલા સિદી બાદશાહ ફોજી યુવાન ઇમરાન સાયલીનો પાર્થિવદેહ માદરે વતન પહોચતા તાલાલા પંથકમાં શોકનું વાતાવરણ ફેલાય ગયું હતું.
શહીદ જવાનને શ્રધ્ધાંજલી આપવા શહેર ઉમટી પડ્યું હતું. અને શહેરમાં યુવાનો અને સંસ્થાઓ દ્વારા મુખ્ય માર્ગો પર બેનરો લગાવ્યા હતા. અને શહેરમાં વેપારીઓએ ધંધો સજ્જડ બંધ પાડેલ હતો.
જોકે શાહિદ જવાનનો પાર્થિવદેહને પ્રથમ જૂનાગઢ ખાતે હેલિકોપ્ટર મારફતે લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ જૂનાગઢથી કાર માર્ગે તાલાલા પોતાનાં વતને ઘરે પહોંચતા મોટી સંખ્યામાં લોકો જોડાયા. શહીદ જવાનનો મૃતદેહ માદરે વતન પહોચતા લોકો એ વન્દે માતરમ અને ભારતમાતા કી જે ના નારા લાગ્યા હતા. અને થોડી વારમાં શહીદ જવાનનો જનાજો નીકળશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.
