પાર્થ મજેઠીયા,બોટાદ: જિલ્લાના ગઢડાના મગરીયા ઘાર વિસ્તારમાં યુવક-યુવતીએ સાથે મળીને ઝેરી દવા પીને જીવન ટુકાવ્યું છે. મગરીયા ઘાર વિસ્તારમાં મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવક અને યુવતીના મૃતદેહ પડયા હોવાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
યુવક ગઢડાના સામઠીમાની દેરી વિસ્તારનો અને યુવતી વોકળીના કાંઠા વિસ્તારની હોવાનું બહાર આવ્યું છે. બંનેને પ્રેમ હોય અને બંને સાથે રહી શકે તેમ ન હોવાથી સાથે મરવાનું કર્યુ નકકી કર્યુ હોવાનું પણ કહેવાય રહ્યું છે. પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હોવાના સમાચાર ગઢડામાં વહેતા થતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી.
