પંચમહાલ: જિલ્લાના હાલોલ શહેરમાં આવેલી અનુપમ સોસાયટીની બંધ ઓરડીમાંથી મહિલાની હત્યા કરેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો હતો. જેમા મૃતક મહિલાના પતિએ મહિલાની હત્યા. કરી હોવાની ચોકાવનારી વિગતો સામે આવી હતી.આરોપી પતિની અટકાયત બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનૂસાર ગત ૩૧ ડિસેમ્બરના રોજ સાંજના સમયે હાલોલ શહેરની અનૂપમ સોસાયટીના કમ્પાઉન્ડમાં આવેલી બંધ ઓરડીમાંથી ભારે વિકૃત અવસ્થામાં અતિશય દુર્ગંધ મારતો ચંચીબેન નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.મહિલાની લાશની પરિસ્થીતીને જોતા મહિલાની હત્યા કરી દેવામા આવી હોવાના અનુમાનને આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામા આવી હતી.

જેમા પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી.આ મહિલાની હત્યા તેના પતિ કાળૂભાઇ રાઠવાનો હાથ હોવાની માહીતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને થઇ હતી.આથી પતિની પુછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી.
તેમા પુછપરછમા જણાવ્યુ કે પત્નિને વડાતળાવ ગામના એક પરપુરૂષ સાથે આડાસબંધ રાખતી હોવાને કારણે પાવડાના મૂદ્દરના ફટકા મારીને હત્યા કરી નાખી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચે સાત દિવસ ના સમયગાળામા જ મૃતક મહિલાની હત્યાનો ભેદ ઊકેલી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
