સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવ્યાં મોટા સમાચાર, ચૂંટણીથી લઈને મતગણતરી આ તારીખે યોજાઈ શકે છે !

અમદાવાદ: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 6 મનપા, 228 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ 20મી જાન્યુઆરીની આસપાસ યોજાઈ શકે છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં 6 મનપાની ચૂંટણી 15થી 21 ફેબ્રુઆરી સુધીમાં યોજાઈ શકે છે અને 21મી ફેબ્રુઆરીએ મતદાન થઈ શકે છે. 6 મનપા 81 ન.પાની એકસાથે ચૂંટણી યોજાશે. બીજા તબક્કામાં પંચાયતોની ચૂંટણી યોજાશે જે 25થી 28 ફેબ્રુઆરીની વચ્ચે થશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવશે. જાન્યુઆરીનાં અંતમાં નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે,અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત મહાનગર પાલિકાઓની 228, તાલુકા પંચાયતો ,31 જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે પરંતુ કોરોના ની સ્થિતિ ને લઈ બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ લઈ જવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી હતી. હવે જાન્યુઆરી 20મી જાન્યુઆરીની આસપાસ યોજાય શખે છે. તમામની મતગણતરી 2જી માર્ચે યોજાશે અને આ સ્થાનિક ચૂંટણીને કારણે બજેટસત્ર પાછું ઠેલાય તેવી ક્યતાઓ શેવાય રહી છે અને તે માર્ચનાં પ્રથમ સપ્તાહમાં બજેટસત્ર યોજાશે.જેને પગલે ચૂંટણીપંચનાં એલાન તરફ સૌની મીટ મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap