વિજયસિંહ સોલંકી,પંચમહાલ: જિલ્લાના વનવિસ્તારથી આચ્છાદિત એવા ઘોંઘબા તાલૂકામાં દીપડાના માનવો પર હુમલાની ઘટનાઓ જાણે વધી રહી છે. બે માસુમ બાળકોના મોત અને ત્યાર બાદ વાછરડા અને એક વૃધ્ધા ઉપર હૂમલા બાદ શુક્રવારે સવારના સમયમા જબૂવાણિયા ગામે દીપડાએ એક યુવાન પર હૂમલો કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.
યુવાને દીપડાનો પ્રતિકાર કરતા દીપડો ઇજા પહોચાડીને જંગલમા નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને માથામા ઇજા થતા તેને સારવાર માટે ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.

પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલૂકામાં આવેલા વનવિસ્તારમાથી દીપડા રહેણાક વિસ્તારોમાં આવી હુમલાઓ કરી રહ્યા છે. જેમા ગત સપ્તાહમાં કાટાવેડા અને ગોયાસુંડલ ગામે હૂમલામા બે બાળકોના મોત થયા છે. જ્યારે પીપળીયા ગામે એક વૃધ્ધા પર હૂમલો કરીને ગંભીર ઇજા પહોચાડી હતી. શુક્રવારે ફરી સવારના સમયમા ઘોંઘબા તાલુકાના જબુવાણીયા ગામે રહેતા અજમલભાઈ પરમાર લઘૂશંકા માટે ગયા હતા. તે સમયે તેમના કાકાના ઘર પાસે બુમાબુમ થતા તેઓ તે તરફ ગયા હતા.અચાનક દીપડાએ અજમલભાઇ ઉપર માથા અને શરીરના ભાગે હૂમલો કરી દીધો હતો. તે દીપડો જંગલમાં નાસી ગયો હતો.
હુમલાનો ભોગ બનેલા અજમલભાઈને ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હુમલાને પગલે વનવિભાગ પણ બનાવ સ્થળે પહોચ્યુ હોવાનૂ જાણવા મળ્યુ છે.
નોધનિય છે કે, દીપડાના હુમલાને લઇને વનવિભાગ દ્વારા પણ અગાઉના હુમલાવાળા બનાવ સ્થળો પર પાજરા મૂકવામા આવ્યા છે.દીપડાને પાજરે પુરવામા સફળતા મળી નથી.એક પછી એક દીપડાના હુમલાના બનાવોને લઇને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ
વ્યાપી ગયો છે.
