કૃષિ રાહત પેકેજના પૈસા અન્નદાતા સુધી પહોંચે એ પહેલા જ વપરાઈ ગયા?

પાર્થ મજેઠીયા, ભાવનગર: જિલ્લા ખેતીવાડી અધિકારી સંજય રત્નાકર કૌસાંબીએ 22 VCE વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, સરકાર તરફથી કૃષિ રાહત પેકેજ યોજના નીચે મળતા લાભોની રકમ ખેડૂતોની જાણ બહાર ઓકટોબર મહિનામાં અરજીઓ કરી ખેડૂત લાભાર્થીઓને મળતી રકમ ઉપાડી લઇ પોતાના અંગત ઉપયોગમાં જે તે સમયે વાપરી નાખી સરકાર સાથે છેતરપીંડી વીશ્વાસઘાત કરી કુલ ૮૦ અરજીની રકમ રૂ. ૭,૬૧,૨૩૦ ની ઉચાપત કરી ગુન્હો કર્યા છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ યોગેશભાઇ જી જાડા . પાવઠી તળાજા, કલ્પેશભાઇ પંડ્યા ઘાટરવાડા , તળાજા, મુકેશભાઇ ઢાપા દકાના તળાજા, મુકેશભાઇ મકવાણા તરેડી તા. મહુવા, લક્ષ્મણભાઇ બાબુભાઇ સરવૈયા નાના ખુટવડા મહુવા, રામદેવભાઇ બારોટ કાકડી મહુવા, અલ્પેશભાઇ અરજણભાઇ સોલંકી કુંભણ મહુવા, ભાવેશભાઇ ઘેલાભાઇ સાખટ કળસાર મહુવા, શામળાભા ઇ બાબાભાઇ કામળીયા દુદાણા મહુવા, ધર્મેન્દ્રસિંહ સજુભા વાળા લીલવણ મહુવા, રમેશભાઇ માલાભાઇ ગળથ૨ મહુવા, હસમુખભાઇ રાઘવભાઇ ઓથા મહુવા,મુકેશભાઇ ડાયાભાઇ ઢાપા રાણીવાડા મહુવા, ઇન્દ્રવજયસિંહ.જી .ગોહિલ અલમપર – વડોદ ઉમરાળા, દીપકભાઇ હાહડ ચોગઠ ઉમરાળા, હીતેશભાઇ જે.જાદવ ચોગઠ – ઉજડવાવ ઉમરાળા, વોરા મીતુલ હીરેનભાઇ રબારીકા – ખાંભા શીહોર, અશ્વીન આર . મકવાણા કરકોલીયા – પીપરલા શીહોર, આર.સી.ગોહિલ ઢુંઢસર – સરકડીયા – ગુંદાળા શીહોર, અનીલભાઇ ચાવડા રબારીકા જેસર, મહેશગીરી પ્રવીણગીરી ગોસ્વામી પાળીયાદ – સવાઇનગર ભાવનગર, સપનાબેન વીપુલભાઇ કાવર નવા માઢીયા – સવાઇનગર – સવાઇકોટ આમ 22 V.C.E. ઓએ ગુજરાત સરકારની કૃષિ રાહત પેકેજ યોજના નીચે મળતા લાભોની રકમ ખેડૂતોની જાણ બહાર તા ૦૧ / ૧૦ / ૨૦૨૦ થી તા .૩૧ / ૧૦ / ૨૦૨૦ જેતે સમયગાળા દરમિયાન અરજીઓ કરી લાભાર્થીઓને મળતી રકમ ઉપાડી લઇ પોતાના અંગત ઉપયોગમાં જેતે સમયે વાપરી નાખી સરકાર સાથે છેતરપીંડી વીશ્વાસઘાત કરી કુલ અરજી ૮૦ ની કુલ રકમ રૂ ૭ , ૬૧ , ૨૩૦ / – ની ઉચાપત કરી ગુન્હો કરેલ હોય તેની સામે ઘોરણોસર આઈપીસી કલમ 406,409,420 તથા 114 અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ બનાવ બાદ ભારે ચકચાર મચી જવા પામી છે. અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન પેટે રાજ્ય સરકારે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap