અમરેલી: મોટું દેવું થઈ જતાં અપનાવ્યો ચોરીનો રસ્તો, આરોપી 24 કલાકમાં ઝડપાઈ ગયો

રાજેશ દેથલીયા અમરેલી: શહેરમાં દિન દહાડે સોનાની દુકાનમાં લૂંટની ઘટના સામે આવી હતી. લૂંટ ચલાનાર આરોપીએને અમરેલી એલસીબીએ ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતાં.

માહિતી અનુસાર, ગઈકાલે અમરેલીમાં આવેલ જ્વેલર્સની દુકાનમાંથી સોનાના છ ચેઇનની લૂંટ ચલાવવામાં આવી હતી.જેને પગલે અમરેલી એલસીબીએ ગણતરીને કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. અમરેલીમાં આવેલ જ્વેલર્સની દુકાનમાંથી સોનાના છ ચેઇનની લૂંટ ચલાવનાર આરોપી મહેન્દ્ર દેવુભાઈ વનાર રહે કમીયાલી (તા. ધોલેરા,જિલ્લા અમદાવાદ) વાળાને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચે અમરેલી નજીકથી જ ઝડપી લીધો.

આરોપીને પુછપરછ કરતા સામે આવ્યા હતું કે,એક માસ પહેલા સુરેન્દ્રનગરમાંથી પણ આ ઈસમે આ જ થીયરીથી લૂંટના બનાવને અંજામ આપ્યો હતો.આરોપી ઉપર મોટું દેવું થઈ જતાં લૂંટ કરતો હતો. આરોપી પાસેથી રૂ.૫.૫૪ લાખનો મુદામાલ પણ કબ્જે કરી લેવામાં આવ્યા હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap