થાનગઢ: જમાઇએ સાળી અને સસરાને ઉતાર્યા મોતને ઘાટ, આવુ હતું કારણ

થાનગઢ: તાલુકાના સરોડી ગામે બપોરે જમાઇ હીતેશ ભરતભાઇ કોરડીયા જે મુળી ગામે રહે છે. પોતાના સાસરી સરોડી ગામે હોય અને તેના પત્નિ મીનાબેન જે રિસામણે હોય અને તેનો પુત્રનુ મોઢુ જોવા આવેલા પરિવાર વચ્ચે કાઇ બોલાચાલી થઇ હોય તેના કારણે ઉગ્ર સ્વરુપ પકડી લીધુ જેના કારણે હીતેષ દ્રારા છરી વડે હુમલો કરતા સોનલ નામની હિતેષની સાળી અને સસરા દામજીભાઇનુ મોત થયુ અને તેના પત્નિ અને સાસુ અને સાળાને પણ ઇજા પહોંચી હતી.

હત્યા કર્યા બાદ ૧ રુમમા હીતેષ પુરાય ગયો હતો અને તેને બહાર કાઢવા માટે લોકોના ટોળા બહાર આવી ગયા હતા અને હિતેષનુ બાઇક પણ ટોળા દ્રારા સળગાવી દેવામા આવ્યુ હતું. સમગ્ર ઘટનાની જાણ થાનગઢ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી હતી અને આરોપી હીતેષને પાછલુ બારણુ તોડીને ટોળાથી બચાવીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.

સમગ્ર મામલો ગરમાવો પકડતા પોલીસનો કાફલો તેમજ એસ.આર.પી.જવાનોનો બંદોબસ્ત માટે સરોડી ગામમા ગોઠવી દેવામા આવેલ બાદમા સમગ્ર બનાવ થાનગઢ પોલીસ સ્ટેશન પહોચ્યો હતો અને પોલીસ સ્ટેશનનો લોકો ઉમટી આવ્યા અને બાદ થાનગઢ પોલીસ દ્રારા મામલો શાંત પાડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap