કોરોનાવાયરસને કારણે, લોકો ઘણા મહિનાઓથી લોકડાઉનમાં હતા, જેના કારણે લોકોને લાંબા સમય સુધી ઘરોમાં રહેવાની ફરજ પડી હતી. પરંતુ હવે વર્ષના છેલ્લા મહિનામાં દરેક કોઇ નવા વર્ષ અને નાતાલ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસની યોજના બનાવી રહ્યું છે.
જો તમે પણ દેશની બહાર જવાનું વિચારી રહ્યા છો તો થાઇલેન્ડ એક સારો વિકલ્પ છે. થાઇલેન્ડ એ જોવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. થાઇલેન્ડએ ભારત સહિત તમામ દેશોના પ્રવાસીઓ માટે તેના દરવાજા ખોલ્યા છે. આ માટે થાઇલેન્ડે તેના વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે. ચાલો તમને તે નિયમો વિશે જણાવીએ.
પ્રવાસીઓ માટે પીસીઆર ટેસ્ટ કરાવો ફરજિયાત છે. આ સિવાય તમારે ટ્રાવેલ વિઝા માટે પહેલેથી અરજી કરવાની રહેશે. આ સાથે, આગમન પછી કેટલાક દિવસો સુધી ક્વોરન્ટાઇન રહેવાનું રહેશે.
થાઇલેન્ડ કામ માટે પહેલેથી જ તેની સરહદ ખોલી છે. આ સિવાય, થાઇલેન્ડ તાજેતરમાં જ ટૂરિસ્ટ વિઝા લેવા પડશે જેનો ઉપયોગ 60 દિવસ માટે કરવામાં આવશે.
આની સાથે આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ અહીં 60 દિવસ રોકાઈ શકે છે પરંતુ તેઓને પહેલા 14 દિવસ માટે અલગ રાખવું પડશે.
જો કોઈ વધુ સમય સુધી રહેવા ઇચ્છે છે તો સ્પેશિયલ પર્યટક અરજી કરી શકે છે. આ વિઝાથી તમે 90 દિવસ રહી શકો છો.
આ ઉપરાંત તમે ઓસ્ટ્રેલિયા અને વિયતનામ જેવા ઓછુ કોરોના ઇન્ફેક્શન વાળા સ્થળોથી આવી રહ્યા છો, તો તમારા વિઝાને બે વાર એક્સટેન્ઝ કરવામાં આવશે. જેનો અર્થ છે કે તમે 90 દિવસ સુધી થાઇલેન્ડની સુંદરતાનો આનંદ માણી શકો છો.
જો તમે કોઈ અન્ય દેશથી આવી રહ્યા છો, તો તમારુ પરીક્ષણ 72 કલાકથી વધુ જૂનુ હોવી જોઈએ નહીં. થાઇલેન્ડ પહોંચ્યા પછી તમારું પરીક્ષણ કરવામાં આવશે. જો તમારો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે છે, તો પછી તમારે 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં હોસ્પિટલમાં રહેવું પડશે.
આ સિવાય મુસાફરે મુસાફરી અને તબીબી વીમા સાથે સંબંધિત દસ્તાવેજો પણ રાખવા પડશે.
