શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાં બે પોલીસ જવાન શહીદ થયા છે. આ ઘટના શ્રીનગર શહેરના બારજુલા વિસ્તારમાં બની છે, જ્યાં ભરી બજારે રોડ પર એક આતંકવાદીએ અચાનક પોલીસ જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બંને પોલીસ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં તેઓએ દમ તોડી દીધો હતો.
આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આતંકવાદી એકે-47 લઈને બજારમાં પહોંચે છે અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરે છે. આ સાથે ત્યા અફરા-તફરી મચી જાઈ છે. અહીં પોલીસકર્મીઓ દુકાનની સામે ઉભા હતા અને આ આતંકવાદી અચાનક ગોળીબાર કરે છે.
ફાયરિંગ બાદ આ આતંકી ત્યાંથી ફરાર થઈ જાઈ છે, પરંતુ તેને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના પર હુમલો કરનારા આતંકીઓની સંખ્યા 3 હતી, પરંતુ અહીં માત્ર એક જ ગોળીબાર કરી શકે છે. અહીં મોટી સંખ્યામાં નાગરિકો હાજર હતા અને બંદૂકની ગોળીબાર કર્યા બાદ તે પોતાનો જીવ બચાવતા ભાગતો જોવા મળે છે.
હુમલા બાદ તરત જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અહીં મોટી સંખ્યામાં સૈનિકો ગોઠવાઈ ગયા છે. સુરક્ષા દળોએ આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લીધો છે કારણ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.
3 આતંકવાદી ઠાર
અગાઉ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં ત્રણ અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે અન્ય એક એન્કાઉન્ટરમાં બડગામ જિલ્લામાં એક અન્ય પોલીસ જવાન શહીદ થયો હતો અને બીજો ઘાયલ થયો હતા. ગુરુવારે રાત્રે શોપિયાંના બદીગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
