પંચમહાલ: જિલ્લાના વનરાજીથી ભરપુર એવા ઘોંઘબા તાલૂકામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં દીપડાના માનવવસ્તી પર હૂમલાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. તાલૂકાના કાંટાવેડા ગામે દીપડાએ કિશોર પર હૂમલો કરતા મોત નિપજ્યું હતું. બનાવને લઇને વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલૂકાના આવેલા ગ્રામીણ વિસ્તારમા દીપડાઓ ખોરાકની શોધમા રહેણાક વિસ્તારમા ઘુસી આવાને કારણે હુમલાઓની ઘટના બનતી રહે છે. તેના કારણે અહીંના સ્થાનિક ગ્રામવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીના વિસ્તારોમા દીપડાઓ ઘરમા માનવવસ્તી પર આવીને હૂમલો કરે છે.
ઢોર ચરાવતા ગોવાળો પર પણ હુમલો કરે છે. ત્યારે ઘોંઘબા તાલુકાના કાંટાવેડા ગામ જંગલને અડીને આવેલુ છે. આ ગામમા રહેતો કીશોર મેહુલભાઇ નાયક જંગલમા બકરા ચરાવવા ગયો હતો. અચાનક જંગલમાથી દીપડો આવીને હૂમલો કર્યો હતો. દિપડા હુમલાને કારણે ઝખમો પડી જતા કિશોર લોહીલુહાણ થઈ ગયો હતો. બનાવની જાણ પરિવારજનો અને ગ્રામવાસીઓને થતા તેઓ બનાવ સ્થળે પહોચ્યા હતા. વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી.
કિશોરના મોતને પગલે ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. નોંધનીય છે કે આ પહેલા વાવકુલ્લી ગામે દીપડાએ કિશોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
