ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે મેચ જીતી લીધી છે. લેગ સ્પિનર અક્ષર પટેલ (5/60) અને ઓફ સ્પિનર (3/53)ની શાનદાર બોલિંગને કારણે ભારતે બીજી ટેસ્ટના ચોથા દિવસે મંગળવારે ઇંગ્લેન્ડને 317 રનથી હરાવી ચાર મેચની શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી હતી.
ભારતે ઇંગ્લેન્ડને 482 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડ 164 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી અક્ષર અને અશ્વિન સિવાય ચાઇનામેન બોલર કુલદીપ યાદવે 25 રન આપીને બે વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડ તરફથી બીજી ઇનિંગ્સમાં મોઇન અલીએ 18 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી સૌથી વધુ 43 રન બનાવ્યા, કેપ્ટન જો રૂટે 92 ચોગ્ગાની મદદથી 33 રન, ડેનિયલ લોરેન્સ 26, રોરી બર્ન્સ 25, ઓલી પોપે 12 રન બનાવ્યા હતાં.
અગાઉ ઇંગ્લેન્ડે આ જ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 227 રનથી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીથી અમદાવાદમાં રમાશે.
ભારતે ઇંગ્લેન્ડ સામે 482 રનનો મોટો લક્ષ્યાંક રાખ્યો હતો, ઇંગ્લેન્ડે મંગળવારે સવારે ત્રણ વિકેટે 53 રનથી રમવાનું શરૂ કર્યું હતું. ઇંગ્લિશ ટીમ માટે ડેનિયલ લોરેન્સે 19 અને કેપ્ટન જો રુટે બે રનથી તેની ઇનિંગ્સને વિસ્તૃત કરી, અશ્વિને પ્રથમ સત્રની શરૂઆતમાં વિકેટકીપર ઋષભ પંતના હાથમાં લોરેન્સને સ્ટમ્પ કર્યો હતો.
લોરેન્સે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 53 બોલમાં 26 રન બનાવ્યા, રુટે બેન સ્ટોક્સની સાથે ઈંગ્લેન્ડની ધમાકેદાર ઇનિંગ્સને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો અને બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે 24 રન જોડ્યા હતાં.
