ભારતના બે મોટા બિસનેસ સમૂહે બેંકિંગ લાઇસન્સ મેળવવાનું મન બનાવી લીધું છે. ટાટા ગ્રુપ અને આદિત્ય બિરલા ગ્રુપ આકલન કરી રહ્યા છે કે, શું રિઝર્વ બેંકની ગાઈડલાઈન તેમના પક્ષમાં છે કે નહીં. શુક્રવારે જ રિઝર્વ બેંકની એક કમિટીએ બેંકિંગ કાયદામાં ફેરફાર કરવા અને ઈન્ડસ્ટ્રિયલ હાઉસને બેંકિંગ લાઇસન્સ ઓફર કરવાની સુચના આપી છે. આવી સ્થિતિમાં, એવું બની શકે કે આગામી સમયમાં તમે ટાટા અને બિરલાની બેંક પણ જવો મળશે.
કમિટી સૂચન કર્યું છે કે, ઈન્ડસ્ટ્રિયલ હાઉસ જેમની એનબીએફસી પાસે 50 હજાર કરોડથી વધુની સંપત્તિ છે, તેઓને બેંકોમાં બદલવા જોઈએ. ટાટા ગ્રુપની એનબીએફસી ટાટા કેપિટલની પાસે લગભગ 74,500 કરોડની સંપત્તિ છે, જ્યારે આદિત્ય બિરલાની આદિત્ય બિરલા કેપિટલની પાસે લગભગ 59 કરોડની સંપત્તિ છે. આદિત્ય બિરલા ગ્રુપની પ્રવિકાએ રિઝર્વ બેંકની કમિટીના સૂચનનું સ્વાગત કરતાં કહ્યું કે,સારા રેકોર્ડવાળી એનબીએફસી આ દિશામાં સારું પ્રદર્શન કરી શકે છે.
બંનેના બિજનેસ સમૂહ હંમેશાં બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. બંને કંપનીઓએ 2013મા બેન્કિંગ લાઇસન્સ માટે પણ અરજી કરી હતી, જ્યારે રિઝર્વ બેન્કે ખાનગી ક્ષેત્રની બેંકિંગ તકનો સંદર્ભ આપતા માર્ગદર્શિકા બહાર પાડી હતી. જોકે, ટાટા સન્સને જ્યારે ખબર પડી કે રિઝર્વ બેંકની માર્ગદર્શિકા ખૂબ જ કડક છે જે ટાટા ગ્રુપના અન્ય ઉદ્યોગોને નુકસાન પહોંચાડે છે ત્યારે તે બેંકિંગ એપ્લિકેશનને પાછો ખેંચી લીધો હતો. સાથે આદિત્ય બિરલા ગ્રુપે લાઇસન્સ મળી શક્યું નહીં, કારણ કે રિઝર્વ બેંકે કોઈ પણ ઈન્ડસ્ટ્રિયલ હાઉસ બેન્કિંગ માટે મંજૂરી આપવાની ના પાડી હતી.
2013માં, ફક્ત આઈડીએફસી બેંક અને બંધન બેંક જ બેંકિંગ લાઇસન્સ મેળવવા માટે સક્ષમ હતા. બજાર અને લાર્સેન અને ટુબ્રો જેવા કેટલાક અન્ય ઈન્ડસ્ટ્રિયસ હાઉસ પણ આ વખતે બેંકિંગ લાઇસન્સ માટે અરજી કરી રહ્યા છે, જેણે 2013માં બેંકિંગ લાઇસેંસ માટે રસ દાખવ્યો હતો. આ બિજનેસ સમુહમાં ભારતની મિડસાઇઝ બેંકો કરતા પણ મોટી એનબીએફસી છે. આ વખતે તે જોવું રસપ્રદ રહેશે કે ટાટા અને બિરલા માટે બેંકિંગ ક્ષેત્રે પ્રવેશ કરવાની બીજી તક ફાયદાકારક સાબિત થાય છે કે કેમ.
