કોરોનાને ધ્યાનમાં રાખી ભુજની બજારોમાં ફરીને તંત્રએ લોકોને કરી આવી અપીલ

બિમલ માંકડ,કચ્છ: ગુજરાતની પેટા ચૂંટણી અને દિવાળી પર્વ સમયે નાગરિકોએ જાણે કોરોના ભુલાઈ ગયું તેવા દ્રશ્યો ખુલ્લેઆમ નજરે ચડી રહ્યાં હતાં. ત્યારે શિયાળાની ઋતુમાં એકાએક સમગ્ર ગુજરાતમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવાયો છે.

કચ્છમાં પણ ડબલ ડીઝીટમાં કોરોનાના કેસો આવતા થયા છે. તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને લોક જાગૃતિ દાખવીને નાગરિકોને અપીલો કરાઈ રહી છે. છતાં સરેઆમ માસ્ક સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા આજપણ નજરે ચડી રહ્યા, ત્યારે કડક છાપ ધરાવતા નાયબ કલેકટર મનીષ ગુરવાણીએ આજે ભુજ શહેરમાં પોલીસ તંત્ર,ડીજાસ્ટર કચેરી, નગરપાલિકા સ્ટાફને સાથે રાખીને વાણિયાવાડ, અનમરિંગ રોડ,વાઈટ બિલ્ડીંડ,છઠ્ઠીબારી રિંગરોડ થઈને જુના બસ્ટેશન વિસ્તારોની જાતે ફરીને મુલાત લીધી હતી.

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નહોવાની અને માત્ર નિયમોનું પાલન કરવાની અપીલ કરીને પોતે અને પોતાના પરિવારની રક્ષા કરવા સમજાવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા “કોરોના જાગૃતિ પોલીસ રથ’ફરતો મુકાયો હોવા છતાં કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે ચડી રહ્યાં છે. તેઓની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. હવે નિયમોમુ ઉલ્લંઘન કરતા નાગરિકો ચેતજો કેમકે કચ્છમાં કોરોના મહામારી સામે લડીલેવા અને આ મહામારીને માથું ન ઉચકવાદેવા માટે સરકારી તંત્ર પણ સજ્જ થઈને સીધી દેખરેખ રાખી રહ્યું છે.

નાગરિકોએ પણ પોતાની ફરજ સમજીને કોરોના સામેની લડાઈમાં જોડાઈને સહકાર આપવો પડશે અન્યથા તંત્ર દંડનીય કાર્યવાહી કરીને શિક્ષાત્મક પગલાં લે તો નવાઈ ન પામવી આ જાત મુલાત લઈને લોકોને અવગત કરાવવાની કામગીરીને જાગૃત નાગરિકોએ સહર્ષ વધાવી હતી. આ કામગીરીમાં નાયબ કલેકટર મનીષ ગુરવાણી, ડીવાયએસપી જે.એન. પંચાલ,ચીફઓફિસર નીતિન બોડાત,ડીજાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર કચેરી સ્ટાફ સહિત એ અને બી ડિવિઝન પી.આઈ, પી.એસ.આઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap