ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈને તંત્ર એલર્ટ પર, જાણો કેટલા કેસ નોંધાયા

પાર્થ મજેઠીયા, ભાવનગર: છેલ્લા દસ દસ માસથી ભાવનગર શહેર જિલ્લાનાં લોકો કોરોનાની મહામારી સામે જજૂમી રહ્યાં છે અને આ મહાવ્યાધિની ઘાત ટળી નથી. ત્યાં વધુ એક વણ નોતરી આફત બર્ડ ફ્લૂએ રાજ્યના કેટલાક નગરોમાં દસ્તક દેતાં ભાવનગર શહેર અને જિલ્લામાં લોકો એકમેકને ચિંતા ભરી પુછપરછ કરી રહ્યાં છે.

ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈને તંત્ર એલર્ટ પર, જાણો કેટલા કેસ નોંધાયા

છેલ્લા થોડા દિવસોથી પક્ષીઓમાં મહત્તમ જોવા મળતી બિમારી બર્ડ ફ્લૂની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, જોકે હજું સુધી આ રોગનો પેસારો કોઈ વ્યક્તિમાં થયો હોય તેવો એકપણ બનાવ પ્રકાશમાં નથી આવ્યો આમ છતાં લોકો હવે પછી કોઈ પણ આધિવ્યાધિને હળવાશથી લેવાના મૂડમાં જરાપણ નથી સમગ્ર વિશ્વ સાથોસાથ આપડા દેશમાં છેલ્લા દસ માસથી “કોરોના” મહામારીનો અજગરી ભરડો કસાયેલો જ છે એ હજું દૂર નથી થયો, ત્યાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં આભમાં વિહાર કરતાં પક્ષીઓ એકાએક મૃત્યુ પામીને જમીન પર પટકાઈ રહ્યાં છે. આજથી એકાદ માસ અગાઉ દક્ષિણી રાજ્ય ઓરીસામાં સૌપ્રથમ બર્ડ ફ્લૂનાં કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં હતાં. ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ ગગન વિહારીઓ ભેદી વાઈરસને પગલે ભરખાઈ રહ્યાં હોવાનું સત્ય જાહેર થયું હતું, જે અંગે વિજ્ઞાનિકો તથા સંશોધન કર્તાઓએ ઊંડાણ પૂર્વકના અભ્યાસના અંતે આ પક્ષીઓમાં ફેલાતી બર્ડફ્લુની મહામારી હોવાનો રીપોર્ટ આપ્યો હતો.

ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈને તંત્ર એલર્ટ પર, જાણો કેટલા કેસ નોંધાયા

હાલમાં પણ મહેસાણા, સાબરકાંઠા, પ્રાંતિજ જુનાગઢ સહિતના શહેરોમાં કાગડા, મોર, ઢેલ, કાબર સહિતના પક્ષીઓનાં ભેદી સંજોગોમાં મૃતદેહો મળી રહ્યાં છે ત્યારે લોકો સવાલો કરી રહ્યાં છે કે શું આ મહામારીનો પેસારો પક્ષીઓમાંથી માણસોમાં પણ થશે…? બર્ડફ્લુ રોગના કારણે સૌથી વધુ દહેશત નોનવેજ આરોગતા લોકોને સતાવી રહી છે કારણ કે ભૂતકાળમાં દેશના અનેક રાજ્યમાં મરઘાં, બતક સહિતના પક્ષીઓમાં આ રોગ વ્યાપક બન્યો હતો. પરીણામે મોટી સંખ્યામાં આ જીવોનો નાશ કરવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લામાં મહુવા અને તળાજા તાલુકામાં મોટી સંખ્યામાં પોલ્ટ્રી ફાર્મ આવેલાં છે જયા થી દરરોજ મોટી માત્રામાં ચિકન, મરઘાં, ઈંડા ની ભાવનગર સહિત રાજ્ય ભરમાં નિકાસ કરવામાં આવે છે ભાવનગર શહેર જિલ્લામાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી પરંતુ આ અંગે તકેદારીના તમામ આગોતરા પગલાંઓ તંત્ર એ લીધાં હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં 65 જેટલા પોલ્ટ્રી ફાર્મ આવેલા છે. જેમાંથી 30 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં ચેકિંગ થઈ ગયું છે, હાલમાં સૌથી વધુ ફાર્મ ધરાવતા મહુવામાં પશુ વિભાગની ટીમ તપાસ કરી રહી છે જિલ્લામાં 6.50 લાખ મરઘાં પૈકી અંદાજે 2 લાખથી વધુ મરઘાની તપાસ થઈ ચૂકી છે જેમાં કોઈ કેસ સામે આવ્યો નથી, મહાનગરપાલિકાએ સાવચેતી રાખવા પ્રજાને અપીલ પણ કરી છે.

ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈને 6.50 લાખ મરઘાંની તપાસ શરૂ મહાનગરપાલિકાએ સાવચેતી રાખવા પ્રજાને કરી છે અપીલ અંદાજે 2 લાખથી વધુ મરઘાની તપાસ પૂર્ણ કરવામાં આવી છે દેશમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લૂની દહેશત વધી રહી છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ પશુ વિભાગ સતર્ક બની ગયું છે જિલ્લામાં અને શહેરમાં ગાઈડલાઈન આપવામાં આવી છે, સાથે જ મરઘાઓનું ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લામાં 11 તાલુકા છે અને 11 તાલુકા માટે પશુ વિભાગની જિલ્લા પંચાયતની 13 ટીમ કામે લાગી છે. જિલ્લામાં આવેલા 65 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં આશરે 6.50 લાખથી વધુ મરઘાં નોંધાયેલા છે ત્યારે પશુ વિભાગ સતર્ક બનીને તપાસમાં લાગી ગયું છે દરેક પોલ્ટ્રી ફાર્મમાં તપાસ શરૂ કરૂ દેવામાં આવી છે. ત્યારે રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કેસ મળતા ગુજરાતમાં એલર્ટ છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા 65 પોલ્ટ્રી ફાર્મમાંથી 30 પોલ્ટ્રી ફાર્મમાં મરઘાઓની તપાસ કરી લેવામાં આવી છે અને બાકીના પોલ્ટ્રી ફાર્મમાં તપાસ ચાલુ છે.

એવામાં ભાવનગર મહાનગર પાલિકાનાં આરોગ્ય અધિકારીએ પ્રજાના આરોગ્ય હેતુ સાવચેતીના પગલાંના ભાગરૂપે અપીલ કરી છે. તાવ આવવો, શરીર દુઃખવું, કળતર, શરદી ઉધરસ જેવા લક્ષણો હોય તો નજીકનાં હોસ્પિટલમાં સંપર્ક કરવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap