સાઉથની આ અભિનેત્રીની હોટલ રૂમમાંથી મળી આવી લાશ

સાઉથની એક્ટ્રેસ વીજે ચિત્રાની લાશ હોટલમાંથી મળી આવી છે. અત્યાર સુધીની તપાસમાં તેને આપઘાતનો કેસ ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચિત્રાએ મોડી રાત સુધી શૂટિંગ કર્યું હતું, ત્યારબાદ તે હોટલના રૂમમાં ગઈ હતી. પરંતુ બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હોટલના રિસેપ્શનિસ્ટે તુરંત પોલીસને આ અંગેની જાણકારી આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, હોટલના મેનેજરે બુધવારે બપોરે 3:30 ત્રણ વાગ્યે પોલીસ હેલ્પલાઈન નંબર 100 પર ફોન કર્યો હતો. હાલમાં અભિનેત્રીના મોતનું કારણ તપાસ ચાલુ છે.

29 વર્ષીય ચિત્રાનો પરિવાર ચેન્નઇમાં રહે છે, પોલીસે તેમને આ સમાચાર આપ્યા છે. ચિત્રા ચેન્નઈના કુતુપુરમની છે. ચિત્રાની આ વર્ષે ઓગસ્ટમાં એક વેપારી સાથે સગાઇ થઈ હતી. તે ટૂંક સમયમાં તમિલ ફિલ્મમાં જોવા મળવાની હતી.

https://www.instagram.com/p/CIgZS6BHhIJ/?utm_source=ig_embed

ચિત્રા તમિલ ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી હતી, તેણીએ ઘણા મોટા શો પણ હોસ્ટ કર્યા હતા. તેમના મૃત્યુથી તેના ચાહકો પણ શોક પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap